સરકારને મોટી રાહત:કોર્ટે પાલિકામાં બહુ-સદસ્ય વોર્ડ સિસ્ટમ વિરોધની અરજી ફગાવી

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઈ કોર્ટના આદેશથી સરકારને મોટી રાહત

મુંબઈ હાઈ કોર્ટે નગરપાલિકાની ચૂંટણીઓ માટે બહુ-સદસ્ય વોર્ડ સિસ્ટમનો વિરોધ કરતી અરજીઓ ફગાવીને રાજ્ય સરકારને મોટી રાહત આપી છે. જસ્ટિસ અમજદ સૈયદ અને અભય આહુજાની બેન્ચે શુક્રવારે આ કેસની સુનાવણી કરી હતી. રાજ્ય સરકારે નગરપાલિકાની ચૂંટણી માટે ત્રણ સભ્યોના વોર્ડ બનાવવાનો નિર્ણય કર્યો છે. જોકે આ ફેરફાર માત્ર રાજકીય સગવડ માટે કરવામાં આવ્યો હતો, એવો દાવો અરજીમાં કરવામાં આવ્યો હતો.

આ મુદ્દો આગામી નગરપાલિકાની ચૂંટણી યોજાવાની શક્યતા છે એ શહેરામાં મહત્ત્વપૂર્ણ છે, જેમાં મુંબઈ, થાણે, પુણે, ઉલ્હાસનગર, ભિવંડી- નિઝામપુર, પનવેલ, મીરા- ભાયંદર, પિંપરી- ચિંચવડ, સોલાપુર, નાસિક, માલેગાંવ, પરભણી, નાંદેડ- વાઘલા, લાતુર, અમરાવતી, અકોલા, નાગપુર અને ચંદ્રપુરનો સમાવેશ થાય છે.

નગરપાલિકાની ચૂંટણીમાં ત્રણ સભ્યોના વોર્ડની રચના કરવાના રાજ્ય સરકારના નિર્ણયને પૂનાની પરિવર્તન સામાજિક સંસ્થા સહિત અન્ય બે જણે જાહેર હિતની અરજી દ્વારા મુંબઈ હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. આ અરજી પરિવર્તન સંસ્થાના તન્મય કાનિટકર અને પિંપરી ચિંચવડના ભૂતપૂર્વ નગરસેવક મારુતિ ભાપકર વતી વકીલ અસીમ સરોદેએ દાખલ કરી હતી. આવી મનસ્વી રીતે વોર્ડની રચના કરીને લોકશાહીનો રાજકીય ઉપયોગ તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી આવેદકની મુખ્ય માંગણી હતી.

મારુતિ ભાપકરની અરજીમાં માંગ કરવામાં આવી હતી કે 74મા સુધારા મુજબ પહેલા ચોક સભા યોજવાના નિયમો ઘડવામાં આવે અને બહુ-સદસ્ય પ્રણાલી ત્યાં સુધી સ્થગિત કરવામાં આવે. અરજદારોના જણાવ્યા અનુસાર, રાજ્ય ચૂંટણી પંચને કાયદા મુજબ ત્રણ સભ્યોના વોર્ડ બનાવવાના રાજ્ય સરકારના નિર્ણયને રદ કરવાની સત્તા છે.1994ના કાયદાની કલમ 5(3)માં કરાયેલા ફેરફારો અનુસાર ‘રાજ્ય સરકાર’માંથી, માત્ર ‘રાજ્ય ચૂંટણી કમિશનર’ પાસે મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે વોર્ડ નક્કી કરવાની, વોર્ડની સીમાઓ નક્કી કરવાની અને દરેક વોર્ડમાં ઉમેદવારોની સંખ્યા નક્કી કરવાની સત્તા છે. અરજદારોએ દાવો કર્યો હતો કે જો કોર્ટ આ અર્થઘટનને સ્વીકારે તો સમગ્ર ચિત્ર બદલાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...