સુનાવણી:સરકારના આદેશને પડકારતી પરમવીરની અરજી કોર્ટે નકારી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યોગ્ય ફોરમ સામે જવાની પણ પરમવીરને સલાહ

મુંબઈ હાઈ કોર્ટે ગુરુવારે મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશનર પરમવીર સિંહ દ્વારા મહારાષ્ટ્ર સરકારે તેમની સામે શરૂ કરાયેલી બે પ્રાથમિક તપાસને રદ કરવાની અરજીને નકારી કાઢી હતી. અરજીને ફગાવી દેતાં જસ્ટિસ એસ.એસ. શિંદે અને એન જે જમાદારની ડિવિઝન બેંચે જણાવ્યું હતું કે પરમવીર દ્વારા માગવામાં આવેલી રાહત સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ નક્કી કરી શકે છે, કારણ કે તે સેવાનો વિષય છે. કોર્ટે કહ્યું કે જો અરજદાર (પરમવીર) યોગ્ય ફોરમમાં જાય તો તે તેમને સાંભળી શકે છે અને હાઈ કોર્ટના ગુરુવારના આદેશના પૂર્વગ્રહ વગર ચુકાદો આપી શકે છે.

પરમવીરે પોતાની અરજીમાં રાજ્ય સરકારના બે આદેશને પડકાર્યો હતો, જેમાં તેમની સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રથમ તપાસ ફરજ પ્રત્યે અવગણના અને ખોટા વ્યવહાર વિશે છે અને બીજી કથિત ભ્રષ્ટાચારની છે. રાજ્ય સરકારે પરમવીરની અરજી પર પ્રાથમિક વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે હાઇ કોર્ટ તેની સુનાવણી કરી શકતી નથી કારણ કે તે સંપૂર્ણપણે સેવાની બાબત છે અને તેની સુનાવણી ટ્રિબ્યુનલ દ્વારા થવી જોઈએ.

સરકારના વકીલ દરાયુસ ખંબાતાએ દલીલ કરી હતી કે અરજી વ્યર્થ છે. તેમણે દલીલ કરી હતી કે અરજીમાં પડકારવામાં આવેલી બે પ્રાથમિક તપાસનો કોઈ અર્થ નથી. મહારાષ્ટ્રના પોલીસ પ્રમુખ (ડીજીપી) સંજય પાંડે, જે તપાસનું નેતૃત્વ કરી રહ્યા છે.

અરજીમાં પરમવીરે તેમની પર લગાવાયેલા આરોપો બાદ તેમણે તપાસમાંથી પોતાને અલગ કરી લીધા હતા.પરમવીરે પોતાની અરજીમાં સંજય પાંડે સામે આરોપો પણ લગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે ડીજીપીએ તેમને ખાનગી બેઠકમાં કહ્યું હતું કે અનિલ દેશમુખ સામે પરમવીરની ફરિયાદના કારણે તપાસ શરૂ કરવામાં આવી છે. પરમવીરે આ વર્ષે માર્ચમાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો, જેમાં દેશમુખ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...