તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો નિર્દેશ:કંગના પ્રકરણે કરેલી તપાસનો અહેવાલ 4 માર્ચ સુધી રજૂ કરવાનો કોર્ટનો નિર્દેશ

મુંબઈ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

અભિનેત્રી કંગના રણૌત અને એની બહેન રંગોલી ચંડેલે ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ચોક્કસ સમુદાય વિરુદ્ધ જાણીજોઈને તંગદિલી નિર્માણ કરતા વક્તવ્ય કર્યાના આરોપ પ્રકરણમાં અત્યાર સુધી શું તપાસ કરી એ બાબતનો અહેવાલ 4 માર્ચ સુધી આપવાનો નિર્દેશ અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે અંધેરીના અંબોલી પોલીસને આપ્યો હતો.

વકીલ એડવોકેટ અલી કાશિફ ખાન દેશમુખે આ પ્રકરણે કોર્ટમાં ફરિયાદ દાખલ કર્યા પછી કોર્ટે પોલીસને તપાસ અહેવાલ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે પોલીસે એના માટે અત્યાર સુધી બે વખત એક એક મહિનાનો મુદતવધારો માગ્યો હતો. અત્યારે પોલીસે ફરીથી મુદતવધારો માગ્યો ત્યારે અલીએ એનો જોરદાર વિરોધ કર્યો હતો. તેમ જ આરોપી વિરુદ્ધ સીધા કાયદાકીય કાર્યવાહીની પ્રક્રિયા જારી કરવી એવી વિનંતી કરી હતી. તેથી કોર્ટે પોલીસને અત્યાર સુધી કરેલી તપાસનો અહેવાલ 4 માર્ચ સુધી રજૂ કરો એવો નિર્દેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો