હુકુમ:કોર્ટ દ્વારા13 વર્ષની સગીરાને ગર્ભપાતની પરવાનગી મળી

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટાયક્વોન્ડો પ્રશિક્ષકે દુષ્કર્મ કરતાં ગર્ભવતી થઈ

સગીર છોકરીને ગર્ભ રાખવા જણાવવું એ તેના માનસિક આરોગ્ય માટે જોખમકારક છે એમ નોંધીને હાઈ કોર્ટે 13 વર્ષની છોકરીને 28 અઠવાડિયે ગર્ભપાત કરવાની મંજૂરી આપી હતી. આ સગીરાના ગર્ભ રાખવાનું ફરજિયાત કરવાથી મેડિકલ ગૂંચ ઊભી થઈ શકે છે. તેથી આ છોકરીને ગર્ભપાત માટે પરવાનગી આપવી યોગ્ય રહેશે એવો અહેવાલ જે.જે. હોસ્પિટલના મેડિકલ નિષ્ણાતોએ આપ્યો હતો. એની નોંધ લેતા કોર્ટે સગીરાને ગર્ભપાતની પરવાનગી આપી હતી. આ છોકરીને ગર્ભ રાખવા જણાવવાથી એના માનસિક આરોગ્ય પર વિપરીત અસર થઈ શકે છે.

આ અસર ગર્ભપાત કરતા પણ વધુ ગંભીર હશે એવો નિષ્ણાતોનો અહેવાલનો મત કોર્ટે ગર્ભપાતની પરવાનગી આપતા ધ્યાનમાં લીધો હતો. છોકરીમાં શારીરિક ફેરફાર થયેલ દેખાતા એની માતાએ મેડિકલ ટેસ્ટ કરાવી હતી. ત્યારે એ ગર્ભવતી હોવાનું જણાયું હતું. શરૂઆતમાં આ છોકરીએ કંઈ જ થયું ન હોવાનો દાવો કર્યો હતો. પછી ટાયક્વોન્ડો પ્રશિક્ષકે એની સાથે બે વખત દુષ્કર્મ કર્યું હોવાનું માતાને જણાવ્યું હતું. આ ઘટના બાબતે કોઈને પણ કહીશ તો બ્લેકબેલ્ટ રોકી રાખશું એવી ધમકી પ્રશિક્ષકે આપી હોવાનું માતાને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...