ઝુંબેશ:કોરોનામાં પણ મહાપાલિકાની ટીબી નાબૂદીની જોરદાર ઝુંબેશ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા બે વર્ષમાં ટીબીના લગભગ એક લાખ દર્દીઓ શોધી કઢાયા

કોરોનાના સમયમાં પણ મુંબઈમાં મહાપાલિકાના આરોગ્ય વિભાગે ટીબી નાબૂદી માટે જોરદાર ઝુંબેશ ચલાવીને ટીબી ફેલાવાને મોટા પ્રમાણમાં અટકાવ્યો. કોરોનાના સમયમાં 2020માં 43 હજાર 464 દર્દીઓ શોધવામાં આવ્યા અને 2021માં 53 હજાર 877 ટીબી દર્દીઓને શોધીને તેમની સારવાર કરવામાં આવી. સમયસર ટીબીના દર્દી શોધનાર મહાપાલિકા આરોગ્ય વિભાગની ઝુંબેશના લીધે એમડીઆર વધતા રોકી શકાયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાંથી 2025 સુધી ટીબી નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો છે. એનો વિચાર કરીને મુંબઈ મહાપાલિકાના આરોગ્ય વિભાગે કોરોનાના સમયમાં પણ મોટા પ્રમાણમાં ટીબી દર્દીની શોધ અને સારવાર ઝુંબેશ ચાલુ રાખી હોવાનું અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ જણાવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત છેલ્લા બે વર્ષમાં ટીબીના લગભગ એક લાખ દર્દીઓ શોધવામાં આવ્યા છે. સારવાર કરવા માટે નોખી સારવાર કલ્પના અમલમાં મૂકવામાં આવી રહી હોવાનું કાકાણીએ ઉમેર્યું હતું.

બીપાલ દવાનો ઉપયોગ
ટીબી નાબૂદી માટે બીપાલ દવાની નવેસરથી ટેસ્ટ અંતર્ગત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીપાલ નામની નવી સારવાર વિશે આઈસીએમઆરના સહયોગથી ગોવંડીની શતાબ્દી હોસ્પિટલ અને ઘાટકોપરની સર્વોદય હોસ્પિટસમાં અભ્યાસ થઈ રહ્યો છે એમ કાકાણીએ સ્પષ્ટ કર્યું હતું.

એચ પશ્ચિમ વોર્ડમાં 1183 ટીબી દર્દી
આ વર્ષે મહાપાલિકાના એચ પશ્ચિમ વોર્ડમાં 1183 ટીબી દર્દીની નોંધ કરવામાં આવી છે. આ ટીબી દર્દીઓની શોધ માટે ટેક મહિન્દ્રા એકેડમીના પેરામેડિકલ વિદ્યાર્થીઓના માધ્યમથી દતનગર ઝૂપડપટ્ટીમાં 540 ઘરની તપાસ કરવામાં આવી એમ જિલ્લા ટીબી અધિકારી ડો. ઉપાલીમિત્ર વાઘમારેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...