તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:મહાપાલિકાનું મિશન પૂરમુક્ત મુંબઈ ટાટા કન્સલ્ટિંગની સલાહ અનુસાર કામ થશે

મુંબઇ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ મહત્ત્વાકાંક્ષી ઉપક્રમને લીધે મુંબઈનો પાણી ભરાવાની સમસ્યામાંથી છૂટકારો થશે

મુંબઈમાં અતિવૃષ્ટિ થતા ઊભી થતી પુરની પરિસ્થિતિ ટાળવા માટે વિહાર તળાવમાંથી પાણી ઉલેચીને શહેરમાં આવતું પાણી ભાડુંપના જળ શુદ્ધિકરણ કેન્દ્રમાં અને ઐરોલી ખાડીમાં છોડવાનો મહત્ત્વકાંક્ષી ઉપક્રમ મહાપાલિકા અમલમાં મૂકશે. કામની સલાહ માટે મે. ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ લિમિટેડની નિમણુક કરવામાં આવશે. મહાપાલિકાના આ મહત્ત્વકાંક્ષી ઉપક્રમને લીધે મુંબઈનો પાણી ભરાવાની સમસ્યામાંથી છૂટકારો થશે.

મુંબઈમાં અતિવૃષ્ટિના સમયે સમુદ્રમાં ભરતી હોય તો વરસાદનું પાણી સમુદ્રમાં વહી જવામાં અડચણ ઊભી થાય છે. ઉપરાંત મુંબઈમાં છેલ્લા થોડા વર્ષોમાં ઓછા સમયમાં વધારે વરસાદની ઘટનાઓ પણ બની છે. આ પાર્શ્વભૂમિ પર મુંબઈમાં પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે મહાપાલિકા ઉપાયયોજનાઓ અમલમાં મૂકે છે. એમાં પર્જન્ય પાઈપલાઈનની ક્ષમતા બમણી કરવી, પમ્પિંગ સ્ટેશન વધારવા, પંપની વ્યવસ્થા કરવા સાથે જ આગામી સમયમાં જમીન નીચે જળબોગદાનો પ્રકલ્પ પણ વિચારાધીન છે.

દરમિયાન ચોમાસામાં ભાડુંપ જળશુદ્ધિકરણ કેન્દ્ર નજીકના વિહાર તળાવ છલકાઈને પાણી વહેતા મિઠી નદીનો ઉગમ થાય છે. વહી જતું આ પાણી મિઠી નદીને મળે છે. અતિવૃષ્ટિના સમયે ભરતી હોય અને એ જ સમયે વિહાર તળાવ છલકાઈને વહેતા પાણીનો પ્રવાસ વધે તો મુંબઈના અનેક ભાગોમાં પુરની સ્થિતિ નિર્માણ થાય છે. આ સમસ્યા પર ઉપાય તરીકે મહાપાલિકા પ્રશાસનની સપ્ટેમ્બર 2019માં થયેલી બેઠકમાં વિહાર તળાવમાંથી છલકાઈને વહેતું પાણી બીજે વાળવા એટલે કે ભાડુંપ જળશુદ્ધિકરણ કેન્દ્રમાં અથવા ઐરોલી ખાડીમાં વાળવા માટે માર્ગ સૂચવવામાં આવ્યો હતો. આ પ્રકલ્પનો અભ્યાસ કરવા માટે ટાટા કન્સલ્ટિંગની સલાહ લેવામાં આવશે. એના માટે મહાપાલિકા રૂ. 2,35,83,000નો ખર્ચ કરશે. આ બાબતનો પ્રસ્તાવ આગામી સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.

સલાહકાર આમ કામ કરશે : વિહાર તળાવનું છલકાઈને વહેતું પાણી ભાડુંપ જળશુદ્ધિકરણ કેન્દ્ર, ઐરોલી ખાડીમાં વાળવા માટે જગ્યાનું સર્વેક્ષણ, વિહાર તળાવનું બાયોમેટ્રિક સર્વેક્ષણ કરવું, વૃક્ષ સર્વેક્ષણ, વિવિધ વિકલ્પોનું સંકલન, પાઈપલાઈન, માલમત્તા સર્વેક્ષણ, બોગદાના માર્ગનું રેખાંકન, વિહાર તળાવની ક્ષમતા વધારવી, તુલસી તળાવનો ઓવરફ્લો વિહાર કે ભાંડુપ કોમ્પ્લેક્સમાં વાળવો, જેવા તમામ કામોનો અભ્યાસ કરીને ટેકનિકલ અને આર્થિક દષ્ટિએ અનુકૂળ વિકલ્પ સૂચવીને સલાહકારે છ મહિનામાં અહેવાલ રજૂ કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો