સુવિધા:મહાપાલિકા અત્યાધુનિક સુવિધા સાથેનું કેન્સર કેર સેન્ટર શરૂ કરશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરીબ દર્દીઓને પોષાય તેવા રાહત દરે સારવાર આપવામાં આવશે

મુંબઈ મહાપાલિકા પહેલી વાર કેન્સર કેર સેન્ટર શરૂ કરશે. તેમાં શરીરની અન્ય પેશીઓને આંચકો નહીં લગાવતાં ફક્ત કેન્સરની પેશી નષ્ટ કરનારી પ્રોટોન થેરપી સહિત કેમોથેરપી, મેમોગ્રાફી, સોનોગ્રાફી, ડેટા એનાલિસિસ, બ્રેકીથેરપી સહિત કેન્સર પર અત્યાધુનિક ઉપચાર સુવિધા મળશે. આ માટે મુંબઈમાં જગ્યા નિશ્ચિત કરવાનું નિયોજન અને અમલબજાવણી કરવા સલાહકાર નીમવામાં આવશે.

કેન્સર જેવી ઘાતક બીમારી પર ઉપચાર માટે મહાપાલિકાની હોસ્પિટલમાં મોટે પાયે સુવિધા ઉપલબ્ધ નથી. આથી ગરીબો, જરૂરતમંદ દર્દીઓને આ ઉપચાર માટે ખાનગી અથવા ઉપલબ્ધ સંસ્થાઓની અપરતી આરોગ્ય સેવાઓનો લાભ લેવા માટે આર્થિક ફટકો સહન કરવો પડે છે. આ ઠેકાણે પ્રતિક્ષા યાદીને લીધે બીમારી વધુ વધવાના કિસ્સા પણ બને છે. આથી મહાપાલિકાએ પોતે કેન્સર કેર સેન્ટર ઊભું કરવાનો નિર્ણય લીધો છે. આ માટે સલાહકાર નીમવામાં આવશે.

આ સલાહકાર પ્રોટોન થેરપી માટે ટેક્નિકલ વિગતો અને યંત્રસામગ્રીની વિગતો તૈયાર કરવી, પ્રકલ્પનો પ્લાન તૈયાર કરવો, મુંબઈમાં પ્રકલ્પ માટે જગ્યા નિશ્ચિત કરવી, પુરવઠાદાર ઓળખવા અને કામકાજ સમયસર પૂરું કરાવી લેવા માટે સુપરવિઝન કરવું જેવાં કામો કરશે. આશરે ત્રણ એકર ક્ષેત્રમાં આ પ્રકલ્પ ઊભો કરવામાં આવશે. આ માટે આશરે રૂ. 100 કરોડ ખર્ચ કરવામાં આવશે. આ બાબતનો પ્રસ્તાવ સ્થાયી સમિતિની આઘામી બેઠકમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.

પ્રોટોન થેરપી શું છે
ઓછામાં ઓછોડોઝ આપીને કેન્સરની વધુમાં વધુ પેશીઓને નષ્ટ કરીને કેમોથેરપીની બધી આડઅસરો ટાળીને શરીરની અન્ય પેશીઓને નહીં મારતાં ફક્ત કેન્સરની પેશીઓ પર હુમલો કરનાર અને ફક્ત ગાંઠને લક્ષ્ય કરનાર રેડિયેશન પ્રકારની પ્રોટોન થેરપી કેન્સર પર સૌથી અત્યાધુનિક અને પ્રભાવશાળી ઉપચાર પદ્ધતિ મહાપાલિકાના કેન્સર કેર સેન્ટરમાં હશે. અહીં કોમ્પેક્ટ સિંગલ રૂમ પ્રોટોન થેરપી સિસ્ટમ, એસપીઈસીટી ગામા પેમેરા સહિત પીઈટી- સીટી, એચડીઆર બ્રેકીથેરપી સાથે એલઆઈએનઆઈએસી, 1.5 ટી એમઆરઆઈ, 128 સ્લાઈસ સિટી, મેમોગ્રાફી, સોનોગ્રાફી, ડેટા એનાલિસિસ સેન્ટર સહિત કેમોથેરપી ઉપચાર મળશે.

અન્ય સમાચારો પણ છે...