તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તકેદારી:ચોમાસાનાં પાણીનો નિકાલ ઝડપથી કરવા મહાપાલિકા 58 કામ શરૂ કરશે

મુંબઈ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સંબંધિત પરિસરમાં નાગરિકોને હેરાનગતિ નહીં થાય તેનું ધ્યાન રખાશે

મુંબઈ મહાપાલિકા પર્જન્ય પાઈપલાઈનના માધ્યમથી ચોમાસામાં પાણીનો નિકાલ ઝડપથી થાય એ માટે સતત ઉપાયયોજનાઓ કરે છે. આ કામ માટે વિવિધ ઠેકાણેના 58 પ્રસ્તાવિત કામોને સોમવારે થયેલી સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. મોટા ભાગના કામ ચોમાસા પહેલાં પૂરા થશે એવી અપેક્ષા છે. આ કામ પૂરા થયા બાદ સંબંધિત પરિસરમાં ચોમાસાના પાણીનો નિકાલ ઝડપથી થતા નાગરિકોને હેરાનગતિ નહીં થાય.

પાણીનો નિકાસ ઝડપથી થાય એ માટે જે તે પરિસરની પર્જન્ય પાઈપલાઈનોના જાળા, તેની ક્ષમતા, અત્યારની પમ્પિંગ ક્ષમતા, વરસાદનો અહેવાલ, ભરતી-ઓટ વગેરે બાબતોનો અભ્યાસ અતિરિક્ત મહાપાલિકા આયુક્ત (પ્રકલ્પ) પી.વેલરાસુના માર્ગદર્શન હેઠળ પર્જન્ય પાઈપલાઈન ખાતા દ્વારા કરવામાં આવ્યો હતો. આ અભ્યાસના આધારે જરૂરી ઉપાયયોજનાઓ અમલમાં મૂકવા ટેંડર પ્રક્રિયા કરવામાં આવી. હવે ટેંડર પ્રક્રિયાના અંતે પસંદગી પામેલી સંસ્થાઓ વર્કઓર્ડર આપવામાં આવશે.

આ 58 કામોમાંથી કેટલાક મહત્ત્વના કામમાં માટુંગા ગાંધી મારકેટ, સાંતાક્રુઝ જે.કે.મહેતા માર્ગ, અંધેરીમાં આકૃતી સેંટર અને કાર્ગો કોમ્પ્લેક્સ, ચેંબુરમાં પી.એલ.લોખંડે માર્ગ, દેવનારમાં ગૌૈતમનગર,ગોરેગાવ પશ્ચિમના મહેશનગર અને બોરીવલીમાં ચંદાવરકર માર્ગના કામનો સમાવેશ છે.
ગાંધી મારકેટ, માટુંગા
મુંબઈ મહાપાલિકાના એફ ઉત્તર વોર્ડ સ્થિત માટુંગા પરિસરમાં ગાંધી મારકેટ અને આસપાસના ભાગોમાં ભરાતા ચોમાસાના પાણીનો નિકાસ ભરતીના સમયે ધીમી ગતિએ થાય છે.

આ ઠેકાણે 900 મિલીમીટર વ્યાસની અતિરિક્ત પર્જન્ય પાઈપલાઈન નાખવામાં આવશે. એ સાથે જ પાણી ઉલેચવાનું કામ ઝડપથી થાય એ માટે 7 પંપ લગાડવામાં આવશે જેમાંથી 6 પંપ ભાડે લેવામાં આવશે. એના લીધે આ પરિસરમાં ચોમાસામાં પાણીનો નિકાલ ઝડપથી થશે.

સાંતાક્રુઝ (પ) જે.કે.મહેતા માર્ગ
સાંતાક્રુઝ પશ્ચિમ પરિસરના જે.કે.મહેતા માર્ગ નજીકની પર્જન્ય પાઈપલાઈનની ક્ષમતા વધારવામાં આવશે. એના અંતર્ગત અત્યારની 600 મિલીમીટર વ્યાસની પર્જન્ય પાઈપલાઈનની ક્ષમતા બમણી એટલે કે 1200 મિલીમીટર વ્યાસ કરવામાં આવશે.

એના લીધે જે.કે.મહેતા માર્ગ સહિત સાંતાક્રુઝ પશ્ચિમ રેલવે સ્ટેશન નજીકના પરિસરમાં ચોમાસામાં પાણીનો નિકાલ ઝડપથી થશે.

આકૃતી સેંટર અને કાર્ગો કોમ્પ્લેક્સ, અંધેરી પૂર્વ
અંધેરી પૂર્વ સ્થિત કોંડીવટે નાળાને આર.સી.સી.થી પહોળો બનાવવામાં આવશે. એના લીધે આકૃતી સેંટર પરિસર સહિત એમઆઈડીસી પરિસરમાં ચોમાસામાં પાણીનો નિકાલ ઝડપથી થવામાં મદદ થશે. ઉપરાંત સહાર રોડ નજીકના નાળાને પહોળો કરવામાં આવશે. એના અંતર્ગત અત્યારના 4 મીટર પહોળા નાળાને 6 મીટરનો કરવામાં આવશે. તેથી સહાર ગામ પરિસરમાં પાણી ઝડપથી નીકળી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો