તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:રસ્તાઓ સમતલ કરવા પાલિકા 505 કરોડ ખર્ચશે

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાળાસફાઈ - ખાડા પૂરવાના ખર્ચ કરતાં વધુ મોંઘું

મુંબઈ મહાપાલિકાનો દરેક કોન્ટ્રેક્ટ કરોડો રૂપિયાનો હોય છે. નાળાસફાઈ, ખાડા બુઝાવવા 50 થી 100 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. જોકે એની સરખામણીએ રસ્તાઓ સમતલ કરવાનો ખર્ચ જબરદસ્ત વધારે છે. 2021થી 2024 સુધીના ત્રણ વર્ષના સમયગાળામાં રસ્તાઓ સમતલ કરવા રૂ. 505 કરોડનો ખર્ચ અપેક્ષિત છે. એના માટે મહાપાલિકાએ ટેંડર મગાવ્યા છે.

મહાપાલિકા દર વર્ષે લગભગ રૂ. 1500 કરોડ ખર્ચ કરીને રસ્તાઓ બાંધવાનું કામ કરે છે. આ કામ કરવા પહેલાં કેબલ, ગેસ, ટેલિફોન, પાણીની પાઈપલાઈન, મળનિસરણ પાઈપલાઈન સહિત અન્ય સર્વિસ માટે સરકારી અને ખાનગી કંપનીઓની અંડરગ્રાઉન્ડ કેબલ પાઈપલાઈન નાખવાની પરવાનગી આપે છે. કેટલીક કંપનીઓ, યંત્રણા રસ્તાઓ બાંધવાનું કામ પૂરું થયા પછી આ રસ્તાઓ પર ખોદકામ કરે છે. આ ખોદકામ દરમિયાન મોટા પ્રમાણમાં રસ્તો ઉંચોનીચો થઈ જાય છે. ચોમાસામાં આ ઠેકાણે પાણી ભરાવાની શક્યતા હોય છે.

આ પાર્શ્વભૂમિ પર મહાપાલિકા રસ્તાઓ સમતલ કરવા સંબંધિત કંપનીઓ પાસેથી શુલ્ક લે છે. આ પહેલાં રસ્તાઓ સમતલ કરવાની જવાબદારી સંબંધિત કંપનીઓને સોંપવામાં આવી હતી. જોકે અનેક કંપનીઓ ફક્ત ઉપરથી મલમપટ્ટી કરતી હોવાથી મહાપાલિકાએ રસ્તાઓ સમતલ કરવાનું કામ ફરીથી કરવું પડતું હતું. તેથી કંપનીઓ તરફથી શુલ્ક લઈને હવે મહાપાલિકા પોતે કોન્ટ્રેક્ટર દ્વારા રસ્તાઓ સમતલ કરવાનું કામ કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...