તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કચરો નાખવા મહાપાલિકા 10 કરોડ ખર્ચશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાલક્ષ્મીથી ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કચરો લઈ જવાનો 2 વર્ષ માટે કોન્ટ્રેકટ

કોરોનાના સમયમાં મુંબઈમાં કચરાનું પ્રમાણ ઓછું થયું છે છતાં કચરાનું વ્યવસ્થાપન કરવાનો પડકાર મહાપાલિકા સમક્ષ હંમેશા રહે છે. શહેરમાં દરરોજ લગભગ 6500 મેટ્રીક ટન કચરો ભેગો થાય છે. જૈવિક કચરો છોડીને અન્ય પ્રકારનો કચરો ડમ્પિંગ ગ્રાઉન્ડમાં નાખવામાં આવે છે. એમાંથી મહાલક્ષ્મી ખાતેના કચરા હસ્તાંતરણ કેન્દ્રનો કચરો વાહનથી ડમ્પિંગ ગ્રાઉન્ડમાં નાખવા માટે મહાપાલિકા તરફથી કોન્ટ્રેક્ટરને બે વર્ષ માટે રૂ. 10 કરોડ ચુકવવામાં આવશે.

મુંબઈમાં જમા થતા 6500 મેટ્રિક ટન કચરામાંથી સૂકો, ભીનો, ભંગાર, ઈ-કચરો, બાંધકામ સામગ્રી વગેરેનો સમાવેશ થાય છે. એમાંથી જૈવિક કચરાનો નાશ ખાસ પ્રકારની ભઠ્ઠીમાં થાય છે. બાકીનો કચરો સંમિશ્ર સ્વરૂપમાં ડમ્પિંગ ગ્રાઉન્ડમાં નાખવામાં આવે છે. અત્યારે દેવનાર અને કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડની ક્ષમતા પૂરી થવાથી એ બંધ કરવામાં આવશે. તેથી શહેરનો તમામ કચરો મુંબઈની બહારના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં નાખવામાં આવશે. મહાલક્ષ્મી કચરા હસ્તાંતરણ કેન્દ્રમાં 600 મેટ્રિક ટન કચરો આવે છે.

મુંબઈના શહેર ભાગમાં આવતા એ, બી, સી, ડી, ઈ, એફ દક્ષિણ, એફ ઉતર, જી દક્ષિણ અને જી ઉતર વોર્ડમાં ભેગો થતો કચરો મહાલક્ષ્મી હસ્તાંતરણ કેન્દ્રમાં લઈ જવામાં આવે છે. એના માટે કોન્ટ્રેકટર મિની કોમ્પેક્ટરની મદદથી આ કચરો ભેગો કરે છે. ત્યાંથી આ કચરો મોટા કોમ્પેક્ટર મારફત દેવનાર, કાંજુરમાર્ગ ખાતેના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવે છે. મહાલક્ષ્મી ખાતે કચરા હસ્તાંતરણ કેન્દ્રમાં દરરોજ 600 મેટ્રિક ટન કચરો ભેગો થાય છે. આ તામ કચરો નાશ કરવા માટે ડમ્પિંગ ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવે છે.

મહાપાલિકાએ હવે આ કામ માટે બે વર્ષ માટે રૂ. 10 કરોડ જેટલા રૂપિયા ચુકવવાનું નક્કી કર્યુઁ છે. આ પહેલાં મહાપાલિકાએ નિમેલા કોન્ટ્રેકટરને એના માટે મેટ્રિક ટન દીઠ રૂ. 259 પ્રમાણે રૂ. 2,37,250 મેટ્રિક ટન કચરો લઈ જવા માટે રૂ. 6 કરોડથી વધુ રૂપિયા ચુકવવામાં આવ્યા હતા.

હવે બે વર્ષ માટે મેટ્રિક ટન દીઠ રૂ. 223.47 પ્રમાણે 4,38,000 કચરો લઈ જવા માટે રૂ. 10 કરોડથી વધુ રૂપિયા આપવામાં આવશે. સ્થાયી સમિતિની આગામી બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. મહાપાલિકા પ્રશાસને રજૂ કરેલા આ પ્રસ્તાવ પર સ્થાયી સમિતિની બેઠકમાં વિરોધી પક્ષના સભ્યો તરફથી વાંધો ઉઠાવવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...