તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • The Corporation Will Prepare A Special Action Plan To Stop The Transmission Of Corona, An Officer Of The Corporation Will Be Appointed As The Nodal.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઈરસ:કોરોનાનું સંક્રમણ રોકવા મહાપાલિકા ખાસ એક્શન પ્લાન તૈયાર કરશે, મહાપાલિકાનો એક અધિકારી નોડલ તરીકે નિયુક્ત કરાશે

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • ખાનગી હોસ્પિટલોમાં મહાપાલિકાનો એક અધિકારી નોડલ તરીકે નિયુક્ત કરાશે

દેશમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ એકલા મુંબઈમાં છે. કોરોના દર્દીઓની વધતી સંખ્યા બધા માટે માથાનો દુખાવો બની છે. આ પાર્શ્વભૂમિ પર કોરોના વાઈરસનું સંક્રમણ રોકવા મુંબઈ મહાપાલિકા એક્શન પ્લાન તૈયાર કરશે. એના માટે મહાપાલિકા જૂથનેતાઓની બેઠક પાર પડી હતી. એમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં ખાનગી હોસ્પિટલો માટે નિયમાવલી તૈયાર કરવામાં આવી હતી. નિયમોનો ભંગ કરનાર ખાનગી હોસ્પિટલો પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. હોસ્પિટલોના બેડ ફૂલ થઈ ગયા છે એવી ખોટી માહિતી આપીને દર્દીની સારવાર ટાળનાર ખાનગી હોસ્પિટલો પર કાયદેસર કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 

સીલ કરેલા ક્ષેત્રોની માહિતી જુદા જુદા જૂથ નેતાઓને આપવી એવી સૂચના કરવામાં આવી
મહાપાલિકાના નિયમો અનુસાર ખાનગી હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓ માટે ૨૦ ટકા બેડ અનામત રાખવા ફરજિયાત છે. જોકે પહેલાં જ બેડ ફૂલ હોવાનું ખાનગી હોસ્પિટલના પ્રશાસન તરફથી જણાવવામાં આવે છે. તેથી ખાનગી હોસ્પિટલોમાં હવેથી મહાપાલિકાના એક અધિકારીની નોડલ તરીકે નિમણુક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાના કેટલાક દર્દી મળ્યા બાદ કેટલીક ખાનગી હોસ્પિટલો બંધ કરવામાં આવી છે. એ શરૂ કરવાની સૂચના આપવા છતાં બંધ છે. આવી ખાનગી હોસ્પિટલો પર કાયદેસર કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હોસ્પિટલોની બહાર પૂરતી સંખ્યામાં એમ્બ્યુલન્સ હોવી જોઈએ તેમ જ ક્વોરન્ટાઈન અને સીલ કરેલા ક્ષેત્રોની માહિતી જુદા જુદા જૂથ નેતાઓને આપવી એવી સૂચના કરવામાં આવી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો