રસીકરણ:રસીકરણની ઝડપ વધારવા માટે મહાપાલિકા હવે સોસાયટીઓ અને ઝૂપડપટ્ટીમાં પહોંચશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એમ્બ્યુલન્સ અને મોબાઈલ રસીકરણ કેન્દ્રમાં લોકોને રસી

મુંબઈમાં રસીકરણની ઝડપ છેલ્લા થોડા દિવસથી ધીમી પડી છે. તેથી રસીકરણ ઝડપી બનાવવા મહાપાલિકાની યંત્રણા હવે સોસાયટીઓ અને ઝૂપડપટ્ટીઓમાં પહોંચશે. એમ્બ્યુલન્સ અને મોબાઈલ રસીકરણ કેન્દ્ર દ્વારા નાગરિકોનું રસીકરણ કરવામાં આવશે. રસીના બે ડોઝ લીધેલા નાગરિકો માટે પ્રતિબંધો હળવા કર્યા પછી નાગરિકો રસીકરણ કરવા ઉતાવળા થયા હતા. જોકે હવે ફરીથી રસીકરણ કેન્દ્રોમાં ઓછા લોકો જોવા મળે છે. રસીકરણ 100 ટકા થયું નથી. રસીકરણની ટકાવારી વધારવા માટે મહાપાલિકા હવે પોતે જ લોકો સુધી પહોંચશે.

મહાપાલિકાના અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ માહિતી આપતા જણાવ્યું કે દરેક રસીકરણ કેન્દ્ર સાથે કેટલીક સોસાયટીઓ અને ઝૂપડપટ્ટીઓ જોડાયેલી છે. તેથી આ કેન્દ્રની ટીમ પર તેની જવાબદારી સોંપવામાં આવી છે. દરેક વોર્ડ કાર્યાલય અંતર્ગત 10 થી 12 એમ્બ્યુલન્સ છે. આ ટીમ સોસાયટીઓના દરવાજે જઈને બધાનું રસીકરણ થયું છે કે નહીં એની માહિતી લેશે. રસીકરણ કેન્દ્રથી દૂર કેટલીક સોસાયટીઓ લાંબે હશે તો તેની નજીકના કોઈ સમાજમંદિરમાં અથવા સભાગૃહમાં શિબિર આયોજિત કરીને રસીકરણ કરવામાં આવશે. આ જ દરમિયાન કોઈ રસી લીધી ન હોય તો શા માટે લીધી નથી એ જાણીને એનું મન બદલવાનો, તેના મનમાં રહેલો ડર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવશે.

એસી મિની બસમાં રસીકરણ કેન્દ્ર
અંધેરીમાં કે પશ્ચિમ વોર્ડ કાર્યાલયે બેસ્ટની એસી મિની બસમાં મોબાઈલ રસીકરણ કેન્દ્ર તૈયાર કર્યું છે. એમાં ડોકટર, નર્સ, મહાપાલિકા કર્મચારી તેમ જ રસીકરણ માટે જરૂરી યંત્રણા છે. જુહુ ચોપાટી, પ્રાર્થનાસ્થળો, માર્કેટ, સોસાયટીઓ જેવા ઠેકાણે જઈને આ બસ નાગરિકોનું રસીકરણ થયું છે કે નહીં એ તપાસીને તેમનું રસીકરણ કરી આપે છે એમ કે પશ્ચિમ વોર્ડના સહાયક આયુક્ત પૃથ્વીરાજ ચૌહાને જણાવ્યું હતું. અત્યાર સુધી મુંબઈમાં 97 ટકા નાગરિકોએ રસીનો એક ડોઝ અને 55 ટકા નાગરિકોએ બંને ડોઝ લીધા છે એમ મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...