તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિઘા:અધિકારીઓની કાર ધોવા મહાપાલિકા સવા કરોડની વોશિંગ સિસ્ટમ ભાડે લેશે

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
 • ત્રણ વર્ષ માટે આ ઓટોમેટિક મશીન વોશ માટે કોન્ટ્રેક્ટ અપાશે, જો કે કામદારોનો વિરોધ કરવાનો ઇશારો

દરેક કોન્ટ્રેક્ટમાં કરોડો રૂપિયાના કરાર કરનાર મુંબઈ મહાપાલિકા હવે મેયર, ડેપ્યુટી મેયર, વિવિધ સમિતિઓના અધ્યક્ષ, મહાપાલિકા કમિશનર અને અધિકારીઓની કાર ધોવા માટે સવા કરોડ રૂપિયા ખર્ચ કરશે. એના માટે ઓટોમેટિક વોશીંગ સિસ્ટમ ભાડે લેવામાં આવશે. 2021 થી 2023 ત્રણ વર્ષ માટે આ કોન્ટ્રેક્ટ આપવામાં આવશે.

મહાપાલિકાના ઘનકચરા વ્યવસ્થાપન વિભાગના અખત્યાર હેઠળના પરિવહન વિભાગના શહેર, પૂર્વ અને પશ્ચિમના ઉપનગરોમાં કુલ 24 ગેરેજ છે. આ ગેરેજમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ, સુધારા સમિતિ, શિક્ષણ સમિતિ વગેરે સમિતિઓના અધ્યક્ષ સહિત વિરોધ પક્ષ નેતા, સભાગૃહ નેતા, મહાપાલિકા કમિશનર, અતિરિક્ત આયુક્ત, સહાયક આયુક્ત અને વિવિધ વિભાગોના ખાતા પ્રમુખોને પૂરી પાડવામાં આવેલી કારને દરરોજ ધોઈને સંબંધિત પાસે મોકલવામાં આવે છે.

આ કારમાં ફોક્સવેગન, મારુતી સિયાઝ, મારુતી સ્વિફ્ટ ડિઝાયર, હોન્ડા સિટી, સ્કોર્પિયો અને ઈનોવા ક્રિસ્ટાનો સમાવેશ છે. આ કાર સ્વચ્છ કરવા માટે કેટલાક વોશરમેનની નિમણુક કરવામાં આવી છે.ચાર ગેરેજમાંથી દરરોજ સરેરાશ દરેકમાં 30 થી 40 કાર સવારના ધોઈને સાફ કરીને અધિકારીને મોકલવામાં આવે છએ. આ પ્રક્રિયામાં અનેક વખત માણસો ઓછા પડે છે. તેથી અત્યાધુનિક ઓટોમેટિક વેહિકલ વોશીંગ સિસ્ટમ ભાડેથી લેવાનો નિર્ણય મહાપાલિકાએ લીધો છે. આ બાબતનો પ્રસ્તાવ તાજેતરમાં સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યો. શરૂઆતમાં ૪ મશીન ભાડેથી લેવામાં આવશે. એની ટેંડર પ્રક્રિયા પૂરી થઈ જતાં કોન્ટ્રેકટર નક્કી કરવામાં આવ્યો છે.

દરરોજ 150 થી 200 કાર સ્વચ્છ કરાય છે
મહાપાલિકાનું આર્થર રોડ ખાતેની વીઆઈપી ગેરેજ છે. ઉપનગરોના અન્ય ગેરેજમાં પણ કાર ધોવામાં આવે છે. દરરોજ લગભગ 150 થી 200 કારની સ્વચ્છતા કરવામાં આવે છે. આ ગેરેજમાં વાહન સ્વચ્છ કરનારાઓના 56 પદ છે જેમાંથી અત્યારે 39 કાર્યરત છે. 16 પદ ખાલી છે. આ કામ કોન્ટ્રેકટરને આપવામાં આવશે તો કર્મચારીઓ શું કરશે એવો સવાલ મહાપાલિકા યુનિયનના સેક્રેટરી રમાકાંત બનેએ કર્યો છે. આ કોન્ટ્રેક્ટર પદ્ધતિનો અમે વિરોધ કરીએ છીએ અને અમે આંદોલન કરશું એવો ઈશારો યુનિયને આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો