નિર્ણય:પાલિકા 108 પ્રકારની દવા,100 પ્રકારના ઈન્જેક્શન ખરીદશે

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એન્ટિવાયરલ ટેબલેટ અને 10 હજાર એન્ટિબોડીઝ કોકટેલનો સમાવેશ

મુંબઈમાં કોરોના-ઓમિક્રોનગ્રસ્તોની વિક્રમજનક દર્દીસંખ્યા નોંધાઈ રહી હોવાથી મહાપાલિકાએ સાવચેતીના પગલા રૂપે 108 પ્રકારની દવા અને 100 પ્રકારના ઈન્જેક્શનની ખરીદી કરવાનો નિર્મય લીધો છે. એના માટે મહાપાલિકાએ ટેંડર મગાવ્યા છે. એમાં ભારતીય નિયંત્રકોએ માન્યતા આપેલ મોલનુપીરાવીર એન્ટિવાયરલ ટેબલેટ અને 10 હજાર એન્ટિબોડીઝ કોકટેલની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ આ માહિતી આપી હતી. મુંબઈમાં 21 ડિસેમ્બરથી કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાની શરૂઆત થઈ છે.

હાલની સ્થિતિમાં દરરોજ 20 હજારથી વધારે દર્દીઓની નોંધ થઈ રહી છે. એમાં લગભગ 1 હજારથી 1 હજાર 200 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. તેથી મહાપાલિકાએ આ દર્દીઓ પર લક્ષણ અનુસાર સારવાર કરવા માટે વિવિધ પ્રકારની દવા અને ઈન્જેક્શન ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. કોરોના પર પ્રતિબંધાત્મક રસી જ ઈલાજ હોવા છતાં લક્ષણો અનુસાર સારવાર કરવા માટે પેરાસિટેમોલ, એન્ટિવાયરલ, વિટામીન્સ, કેલ્સિયમ, વિવિધ પ્રકારના સીરપ અને ટેબલેટનો ઉપોયગ સહાયક સારવાર તરીકે કરવો પડે છે.

આ પાર્શ્વભૂમિ પર મહાપાલિકાએ મોટા પ્રમાણમાં દવાની ખરીદી કરવાનો નિર્ણય લીધો હોવાનું કાકાણીએ જણાવ્યું હતું. રાજ્યની કોવિડ ટાસ્કફોર્સે ભલામણ કરેલ નવી દવાઓની ખરીદી પણ કરવામાં આવશે. દોઢ લાખ રેમડેસિવાર બાકી : કોરોનાની બીજી લહેરમાં રેમડેસિવીર દવાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ સમયે દર્દીઓની સંખ્યા નિયંત્રણમાં આવ્યા પછી મહાપાલિકાએ ખરીદી કરેલ 2 લાખ ડોઝમાંથી ફક્ત 65 હજાર ડોઝ વાપરવામાં આવ્યા હતા. તેથી હાલની સ્થિતિમાં 1 લાખ 35 હજાર ડોઝ બાકી હોવાની માહિતી મહાપાલિકા પ્રશાસન તરફથી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...