નિર્ણય:મહાપાલિકા ભાંડુપમાં પાણી શુદ્ધિકરણનો પ્લાન્ટ બનાવશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 900 મિલિયન લિટરની ક્ષમતાના આ પ્લાન્ટ માટે ટેન્ડર મગાવાયાં

મુંબઈગરાની તરસ છિપાવવા માટે કટિબદ્ધ મહાપાલિકાએ ભાંડુપ સંકુલમાં પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા કરનારો વધુ એક 900 મિલિયન લિટર ક્ષમતાનો પ્લાન્ટ ઊભો કરવાનું નક્કી કર્યું છે. આ પ્લાન્ટ માટે વૈશ્વિક સ્તરે ટેન્ડર મગાવવામાં આવ્યાં છે.

મહાપાલિકાના ભાંડુપ સંકુલમાં પાણી શુદ્ધિકરણ પ્રકલ્પ છે. એશિયા ખંડના મોટા પાણી શુદ્ધિકરણ પ્રકલ્પમાંથી એક એવી આ પ્રકલ્પની ખ્યાતિ છે. અનેક વર્ષથી આ પ્રકલ્પમાં રોજ 1910 મિલિયન લિટર પાણી પર પ્રક્રિયા કરવામાં આવી રહી છે. 2018માં 900 મિલિયન લિટરનો વધુ એક શુદ્ધિકરણ પ્રકલ્પ કાર્યાન્વિત કરવામાં આવ્યો છે. મુંબઈગરની પાણીની વધતી માગણીને ધ્યાનમાં રાખીને 900 મિલિયન લિટર ક્ષમતાનો વધુ એખ નવો પ્રકલ્પ ઊભો કરાશે.

પ્રકલ્પનો પ્લાન અને વિકાસ કરવા માટે વૈશ્વિક સ્તરે કંપનીઓને 29 જાન્યુઆરી સુધી સ્વરુચિ અભિવ્યક્તિ પ્રસ્તાવ મોકલવાનો અનુરોધ મહાપાલિકાએ કર્યો છે.મુંબઈને સાત જળાશયમાંથી રોજ 3850 મિલિયન લિટર પાણી પુરવઠો કરવામાં આવે છે. જળાશયમાંથી આવતું આશરે 2810 મિલિયન લિટર પાણી પર ભાંડુપ સંકુલમાં શુદ્ધિકરણ પ્રક્રિયા કરીને તે મુંબઈના વિભાગીય જળાશયોમાં મોકલવામાં આવે છે. ત્યાંથી આ પાણી ઘેર ઘેર પહોંચે છે. આથી ભાંડુપ સંકુલનું મહત્ત્વ બહુ મોટું છે.

નમૂના આ રીતે તપાસાય છે
મહાપાપાલિતા તરફથી રોજ 3850 મિલિયન લિટર પાણીનો પુરવઠો નાગરિકોને કરવામાં આવે છે. જળ વિભાગે સેવા જળાશય અને જળ વિતરણ વ્યવસ્થામાં ચુનંદાં 358 ઠેકાણાં પાણીના નમૂના જમા કરવા માટે નક્કી કર્યાં છે. આરોગ્ય અને ગુણ નિયંત્રણ (જળકામો) વિભાગ પાસેથી રોજ 110થી 130 ઠેકાણે પાણીના નમૂના ભેગા કરીને તે પ્રયોગશાળામાં મેમ્બ્રેન ફિલ્ટર ટેક્નિક (એમએફટી) નામે આધુનિક અને અચૂક ટેકનોલોજીથી વૈશ્વિક આરોગ્ય સંગઠનના માપદંડ અનુસાર તપાસવામાં આવે છે.

શુદ્ધિકરણ પ્રક્રિયામાં શું થાય છે
જૂના પ્લાન્ટની ક્ષમતા 1910 મિલિયન લિટર છે. 2018માં કાર્યાન્વિત પ્લાન્ટની ક્ષમતા 900 મિલિયન લિટર છે. પ્રસ્તાવિત પ્લાન્ટની પણ 900 મિલિયન લિટરની ક્ષમતા છે. 2019-20માં મુંબઈના પાણીના દરજ્જા અને શુદ્ધતામાં 99.34 ટકા સુધી વધારો થયો છે. તેની દખલ રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી હોઈ ભારતના નામાંકિત ઈન્ડિયન વોટર વર્કસ એસોસિયેશન તરફથી 2021ના જળ નિર્મળતા પુરસ્કારથી મહાપાલિકાને સન્માનિત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...