ચેતવણી:મહાપાલિકાએ સ્કૂલોને નિયમોનું પાલન કરાવવા માટે ચેતવણી આપી

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઢીલાશ કરનાર સ્કૂલો વિરુદ્ધ કાર્યવાહી થશે

કોરોનાના પ્રતિબંધાત્મક ઉપાયયોજનાઓની ચુસ્તતાથી અમલબજાવણી કરીને સોમવાર 4 ઓકટોબરથી આઠમાથી બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે ઉપાયયોજનાની અમલજબજાવણીમાં ઢીલાશ કરનાર સ્કૂલો પર કાર્યવાહી કરવામાં આવશે એવો સંકેત મહાપાલિકા પ્રશાસન તરફથી આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનું હિત ધ્યાનમાં રાખતા મહાપાલિકાના શિક્ષણ વિભાગ અને પ્રશાસકીય વિભાગ કાર્યાલયની ટીમ સ્કૂલોનું નિયમિત તપાસણી કરશે.

મુંબઈમાં ગણેશોત્સવ પછી કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી હતી. જોકે અત્યારે કોરોનાગ્રસ્તોની સંખ્યા નિયંત્રણમાં હોવાથી અને સ્કૂલો શરૂ કરવાની માગણી થઈ રહી હોવાથી આખરે સોમવારથી વિદ્યાર્થીઓના માટે સ્કૂલોના દરવાજા ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. મુંબઈ મહાપાલિકા કમિશનરે નિયમાવલી જાહેર કરીને છેલ્લા દોઢ વર્ષથી બંધ સ્કૂલોને ખોલવા માટે ગ્રીન સિગ્નલ દેખાડ્યું હતું. સરકાર અને મહાપાલિકા તરફથી પરવાનગી મળતા જ મુંબઈની સ્કૂલોમાં સ્વચ્છતા અને સેનિટાઈઝેશનની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...