કામગીરી:મુંબઈગરાની રસી અંગે સર્જાયેલી ગૂંચ ઉકેલવા મહાપાલિકા કામે લાગી

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક ડોઝ લેનારા બહારના કેટલા લોકો છે તેની શોધ શરૂ

મુંબઈ ટૂંક સમયમાં જ 100 ટકા રસીકરણ પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યું છે. આમાંથી મોટા ભાગના મુંબઈગરાએ કમસેકમ એક ડોઝ લીધો છે. જોકે મહાપાલિકા યંત્રણાના અધિકારી આ રસીકરણ પરથી મૂંઝવણ છે, કારણ કે આ રસી લેનારા મુંબઈગરા કેટલા અને મુંબઈની બહારના કેટલા લોકો છે તે અસ્પષ્ટ છે. આ ગૂંચ દૂર કરવા માટે મહાપાલિકા કામે લાગી છે. હાલમાં 99 ટકા નાગરિકોએ પ્રથમ અને 61 ટકા નાગરિકોએ બીજો ડોઝ લીધો છે. જોકે આ બધા નાગરિકો મુંબઈગરા નથી અને ચોક્કસ કેટલા લોકોએ પ્રથમ ડોઝ લીધો અને 84 દિવસ વીતી જવા છતાં બીજો ડોઝ લીધો નથી તે શોધવાનું કામ ચાલી રહ્યું છે.

મહાપાલિકાને મળેલી માહિતી અનુસાર કુલ 3.84 લાખ નાગરિકોનો બીજો ડોઝ લેવાનો સમયગાળો નીકળી ગયો છે.દરમિયાન મહાપાલિકા તાજેતરમાં મુંબઈગરા નાગરિકોનું કેટલું રસીકરણ થયું છે અને કેટલા નાગરિકોએ સમયગાળો પૂરો થવાં છતાં બીજો ડોઝ લીધો નથી તે શોધવાનું કામ શરૂ કરાયું છે. આગામી 10 દિવસમાં આંકડાવારી સ્પષ્ટ થશે એમ મહાપાલિકાએ જણાવ્યું હતું. રસીકરણમાંથી આશરે 10 ટકા મુંબઈની બહારના નાગરિકો હોવાની શક્યતા છે. જોકે બીજી બાજુ મુંબઈ બહારના નાગરિકોની ટકાવારી આથી વધુ હશે એવો પણ અંદાજ છે.

રસી નહીં લીધેલી સોસાયટીની શોધ
કાકાણીએ જણાવ્યું કે રસીકરણ કેન્દ્ર વધારવામાં આવ્યાં હતાં. મહાપાલિકાએ 3 લાખ નાગરિકોને ડેટા 24 વોર્ડના વોર રૂમમાં વહેંચી આપ્યો છે. દરેક વોર્ડમાં 16,000 નાગરિકોની યાદી આપવામાં આવી છે. તેનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. જો નાગરિકોએ મુંબઈની બહાર બીજો ડોઝ લીધો હોય તો તેમનાં નામ પડતાં મૂકવામાં આવશે. જો મુંબઈમાં પ્રથમ ડોઝ લીધો હોય, પરંતુ બીજો ડોઝ લીધો નહીં હોય તેવા નાગરિકોને તુરંત બીજો ડોઝ લેવા માટે સમજાવવામાં આવશે. મુંબઈના અનેક નાગરિકોએ પણ મુંબઈ બહાર રસી લીધી હોઈ શકે છે. આ બધાને શોધવાનું કામ ચાલુ છે. જો કોઈ વસતિ કે સોસાયટીએ 100 ટકા રસીકરણ કર્યું હોય અથવા રસીકરણ કર્યું જ નથી એ માહિતી પણ આ થકી સ્પષ્ટ થશે.

બહારથી આવનારને નકારી નહીં શકાય
દરમિયાન મહાપાલિકાના પશ્ચિમી ઉપનગરના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું કે મુંબઈની બહારથી આવીને રસી લીધેલા નાગરિકો 10 ટકા હોવાની શક્યતા છે. પૂર્વ ઉપનગરમાં મુલુંડ અથવા પશ્ચિમ ઉપનગરમાં દહિસર રસી કેન્દ્ર પર અનુક્રમે થાણે અને ભાયંદરથી રસી લેવા આવનાર નાગરિકોને ઈનકાર નહીં કરી શકાય, કારણ કે અમારો મુખ્ય હેતુ રસી મળે તે છે.

24 વોર્ડ વોર રૂમમાં કામ શરૂ
હાલમાં 24 વોર્ડમાં કેટલા મુંબઈગરાએ રસી લીધી તેનું કામ કઢાવવાનું ચાલુ છે. 24 વોર્ડના વોર્ડ વોર રૂમને આ કામ સોંપવામાં આવ્યું છે. કોવિડ તીવ્ર હોવા છતાં મહાપાલિકાનાં કોવિડ કેન્દ્રમાં દાખલ થનારા દર્દી મુંબઈ મહાપાલિકા ક્ષેત્રના જ નહીં પરંતુ મુંબઈ બહારના પણ હતા. આ જ રીતે રસી લેનારની આંકડાવારી પણ ઓછી કે વધુ વધી શકે છે. આથી મહાપાલિકા હવે પહેલી જ વાર રસીકરણની આંકડાવારી બાબતે ફેરતપાસ કરીને આ ગૂંચ ઉકેલવા પ્રયાસ કરશે. અમુક નિષ્ણાતોકહે છે કે અનેક નાગરિકો મુંબઈમાં પ્રવાસ કરનારા હોઈ તેમાં ઉપનગરના તેમ જ બહારના જિલ્લાઓમાં પણ છે.

અન્ય સમાચારો પણ છે...