તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ મહાપાલિકા લોકોના હિત જાળવીને ખાસ ફરજ બજાવવા માટે સ્થાપવામાં આવેલી બંધારણીય સંસ્થા છે. એ ફક્ત નફો રળવાની વૃત્તિથી કામ કરતી ખાનગી કંપની નથી. તેથી રાજ્ય બંધારણના અનુચ્છેદ 12ની જોગવાઈ અંતર્ગત સ્થાપવામાં આવેલી સંસ્થાએ બંધારણીય ધોરણોનું પાલન કરીને પોતાની ફરજ પાર પાડવી જોઈએ. પોતાના દિવ્યાંગ કર્મચારીઓને સમાન તક મળે અને તેમના હકનું રક્ષણ થાય એનું ધ્યાન મહાપાલિકાએ રાખવું જોઈએ.
વાસ્તવિકતામાં આ બાબતમાં મહાપાલિકાએ અત્યંત અસંવેદનશીલ અને અમાનવીય વર્તનવાળો પોતાનો ચહેરો દેખાડ્યો છે એવા શબ્દોમાં મુંબઈ હાઈ કોર્ટે મહાપાલિકાને ફટકારી હતી. કોરોના સંકટના સમયમાં જે દિવ્યાંગ કર્મચારીઓના પગારમાં કપાત કર્યો અને અથવા પગાર ન આપ્યો તેમને સંપૂર્ણ રકમ બે હપ્તામાં આપવાનો આદેશ કોર્ટે આપ્યો હતો. મહાપાલિકાના પ્રજ્ઞાચક્ષુ કર્મચારીઓ માટે નેશનલ એસોસિએશન ઓફ બ્લાઈન્ડે (નેબ) એડવોકેટ ડો. ઉદય વારુંજીકર મારફત કરેલી જનહિત અરજીમાં મુખ્ય જજ દીપાંકર દત્તા અને જજ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. સંબંધિત તમામ કર્મચારીઓને બાકી નીકળતી રકમનો પ્રથમ હપ્તો દિવાળી પહેલાં અને એ પછી 45 દિવસની અંદર બીજો હપ્તો આપો એવો આદેશ ખંડપીઠે આપ્યો હતો.
કોરોનાના સંકટને લીધે પહેલો લોકડાઉન લાગુ થયા બાદ કેન્દ્ર સરકારે 27 માર્ચની અધિસૂચના દ્વારા દિવ્યાંગ કર્મચારીઓને કામ પર ન આવવાની છૂટ આપીને પગાર સાથે વિશેષ રજા આપી હતી. એ પછી રાજ્ય સરકારે પણ 21 એપ્રિલના અધિસૂચના દ્વારા એવો જ લાભ આપ્યો. મહાપાલિકાએ પણ શરૂઆતમાં એનું અનુકરણ કરતા પરિપત્ર કાઢીને એવો લાભ આપ્યો. જોકે 26 મેના એક પરિપત્ર જારી કરીને તેમને મહાપાલિકા સેવા કાયદા અન્વયે નિયમો મુજબ રજા મંજૂર કરવાનો નિર્દેશ આપ્યો.
પરિણામે જેમની હકની રજાઓ પૂરી થયેલી તેમના પગારમાં કપાત કરવામાં આવ્યો. અનેક જણને તો પગાર જ ન મળ્યો. મહાપાલિકાની આ અસંવેદનશીલ વર્તણુકથી 250 નેત્રહીન કર્મચારીઓને ફટકો પડ્યો. દિવ્યાંગ વ્યક્તિઓના હક-કાયદા 2016 કાયદાની જોગવાઈઓ પર મહાપાલિકાએ દુર્લક્ષ કર્યું છે એમ વારુંજીકરે ધ્યાનમાં લાવ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની અધિસૂચના મહાપાલિકા માટે ફરજિયાત નતી. મહાપાલિકામાં કુલ 1150 દિવ્યાંગ કર્મચારીઓ છે. એમાંથી 278 કર્મચારીઓ પ્રજ્ઞાચક્ષુ છે. આવા તમામને કામ પર ન આવવાની છૂટ આપીને પગાર સાથે વિશેષ રજા આપતા મહાપાલિકાની તિજોરી પર રૂ. 12,00,00,000થી વધારેનો ભાર પડશે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.