તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુકત:મહાપાલિકાએ મને નહીં, તપાસને કવોરન્ટીન કરી: એસપી તિવારી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિનય તિવારીને પાંચ દિવસ બાદ મુકત કરાયા

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા મામલે તપાસ કરવા મુંબઈ આવેલા બિહારના આઇપીએસ અધિકારી એસપી વિનય તિવારીને મહાપાલિકાએ શુક્રવારે કવોરન્ટીનમાંથી મુકત કર્યા હતા. જોગેશ્વરી સ્થિત ગેસ્ટ હાઉસ છોડીને પટના જવા માટે નીકળેલા તિવારીએ કહ્યું હતું કે, “મહાપાલિકાએ મને નહીં, તપાસને ક્વોરાન્ટાઈન કરી હતી. આ પગલાંથી મહાપાલિકાએ તેની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે.

તિવારીએ 3 ઓગસ્ટે મહાપાલિકાના કમિશનર ઇકબાલસિંહ ચહલને પત્ર લખીને ક્વોરન્ટાઈનના નિયમમાંથી મુક્ત કરવાની વિનંતી કરી હતી. મહાપાલિકાએ આ માગણીને ફગાવી એક પત્ર જારી કર્યો હતો. આ પછી તિવારીએ મહાપાલિકાની કામ કરવાની રીત પર સવાલ ઉઠાવ્યા હતા. તે પછી ફરીથી મહાપાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેકટસ) પી. વેલરાસુ દ્વારા કવોરન્ટાઇન કરાયેલા આઇપીએસ અધિકારીને કેટલીક શરતો સાથે મુકત કરવા માટે 6 ઓગસ્ટે એક પત્ર જારી કરવામાં આવ્યો હતો.

રવિવારની રાતથી જોગેશ્વરીમાં એસઆરપીએફના ગેસ્ટ હાઉસમાં ક્વોરાન્ટાઈન કરાયેલા તિવારીને શુક્રવારે બપોરે મુકત કરવામાં આવ્યા હતા. તેમને કોઈ કારણ આપ્યા વગર પટના જવાનું કહ્યું હતું. તેઓ મુંબઈ એરપોર્ટથી પટના જવા રવાના થઈ રહ્યા હતા એ સમયે તેમણે પ્રતિક્રિયા આપી હતી.તિવારીએ કહ્યું હતું કે, અમારી ટીમ પહેલેથી મુંબઈ આવી હતી અને સંબંધિતોની પૂછપરછ શરૂ કરી હતી. અમારી ટીમ ઘણાં પાસાંઓ પર કામ કરી રહી છે. તેમને તપાસમાં મુંબઈ પોલીસનો સાથ મળતો નહોતો. આથી મારે તેઓને માર્ગદર્શન આપવા આવવું પડ્યું અને તે પછી જે બન્યું તે બધાની સામે છે, અમે અહીં ઘણી તૈયારી સાથે આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...