તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:પાલિકા સહઆયુક્ત પાણી સમજી સેનિટાઈઝર પી ગયા

મુંબઈ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

મુંબઈ મહાપાલિકાના સહઆયુક્ત રમેશ પવાર બજેટની રજૂઆતના સમયે પાણી સમજીને ભૂલથી સેનિટાઈઝર પી ગયા હતા. તેમના ધ્યાનમાં આ વાત આવી હતી. તેમની તબિયત બરાબર છે. એ સમયે તેમને તરત પાણીની બાટલી આપવામાં આવી હતી.

શિક્ષણ સમિતિ અધ્યક્ષ સંધ્યા દોશી સભાગૃહમાં આવ્યા બાદ મુંબઈ મહાપાલિકાનું શિક્ષણ વિભાગનું 2021-22નું વાર્ષિક બજેટ શિક્ષણ સમિતિ અધ્યક્ષને સુપ્રત કરવામાં આવ્યું. આ બજેટ વાંચવા રમેશ પવાર ખુરસી પર બેઠા. પણ એ પહેલાં તેમને પાણી પીવું હતું. સામે એક સેનિટાઈઝરની બોટલ હતી અને એક પાણીની બોટલ હતી. અજાણતા જ તેઓ પાણીની બોટલ છોડીને સેનિટાઈઝરની બોટલ લીધી અને પી ગયા.

મહાપાલિકાનું શિક્ષણ બજેટ રજૂ થતું હતું એ સમયે સહઆયુક્ત રમેશ પવાર બજેટ વાંચવા માટે આવ્યા હતા કારણ કે અતિરિક્ત આયુક્ત આશુતોષ સલીલ તબિયત સારી ન હોવાથી ગેરહાજર હતા. તેથી અચાનક બજેટ રજૂ કરવાની જવાબદારી રમશ પવારના માથે આવી હતી.

બજેટ રજૂ કરવા પહેલાં તેમને પાણી પીવું હતું. પણ તેમણે ભૂૂલથી સેનિટાઈઝરની બોટલ હાથમાં લીધી અને મોંઢે લગાડી હતી. પોતે સેનિટાઈઝર પીધું છે એ વાત તરત ધ્યાનમાં આવતા તેઓ તરત બહાર ગયા હતા અને મોંઢામાં ગયેલું સેનિટાઈઝર થૂંકી દીધું હતું.થોડા સમય પછી તેઓ સભાગૃહમાં પાછા આવ્યા હતા અને નિયોજીત કાર્યક્રમ પૂરો કર્યો હતો. તેમની કોઈ તકલીફ નથી એમ જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો