તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • The Corona Vaccine Will First Be Given To 1.5 Million People In The Medical Field, Vaccine 2 To Minus 18 Degrees Celsius. To Be Saved In Temperature, The Corporation Prepared A Blueprint

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:કોરોનાની રસી સૌપ્રથમ મેડિકલ ક્ષેત્રના સવા લાખ લોકોને અપાશે, રસી 2થી માઇનસ 18 ડિગ્રી સે. તાપમાનમાં સચવાશે, મહાપાલિકાએ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઈંગ્લેન્ડમાં કોરોનાની રસી વાપરવાની મંજૂરી મળ્યા બાદ દેશ અને મુંબઈમાં પણ કોરોનાની રસીની ચર્ચા થઈ રહી છે. આ પાર્શ્વભૂમિ પર મુંબઈ મહાપાલિકાએ મેડિકલ ક્ષેત્રના કોરોનાયોદ્ધાઓને કોરોનાની રસી આપવા માટે બધી પાયાભૂત સુવિધાઓની તૈયારી કરી છે. મહાપાલિકાએ આ બાબતે સંપૂર્ણ રૂપરેખા (બ્લ્યૂ પ્રિન્ટ) તૈયાર કરી છે. રસીના પરિવહન, સ્ટોક અને રસી આપવાની પૂર્વતૈયારી પર અંતિમ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુંબઈમાં કોરોનાની રસી સૌ પ્રથમ મેડિકલ ક્ષેત્રમાં કાર્યરત છે એવો લોકો આપવામાં આવશે.

એ જ પ્રમાણે સરકારી-ખાનગી ક્ષેત્રની હોસ્પિટલો, દવાખાનાઓ વગેરે સાથે સંબંધિત લોકોનો સંપૂર્ણ ડેટા ભેગો કરવામાં આવી રહ્યો છે. આ સંખ્યા લગભગ સવા લાખ જેટલી છે અને આ તમામના ફોન નંબર, ઈમેઈલની યાદી અદ્યતન કરવામાં આવી છે. રસી આપવાની વ્યવસ્થા મુંબઈની કેઈએમ, નાયર, સાયન, કૂપર એમ ચારેય મેડિકલ કોલેજમાં કરવામાં આવશે. એ સાથે જ ગિરદીનું નિયોજન કરવા ઉપનગરોમાં પણ દરેકમાં બે ઠેકાણાને પસંદ કરવામાં આવ્યા છે. કેન્દ્ર અને રાજ્ય તરફથી રસીનો પુરવઠો થાય એટલે એનો સાચવવાની અને રસી આપવાની જવાબદારી મહાપાલિકા દ્વારા પાર પાડવામાં આવશે. એના માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

રસી ઉપલબ્ધ થયા પછી એનું રસીકરણ કરવા માટે તમામ નિયોજન કર્યાનું મુંબઈ મહાપાલિકાના અતિરિક્ત મહાપાલિકા આયુક્ત સુરેશ કાકાણીએ જણાવ્યું હતું. રસી સાચવવા માટે ચારેય મેડિકલ કોલેજોમાં વિશેષ વ્યવસ્થા હશે. મેડિકલ કોલેજો પ્રમાણ બ્લડબેંકોમાં પણ એવી વ્યવસ્થા રહેશે. એમાં મુખ્યત્ત્વે માઈનસ ૨ થી માઈનસ ૧૮ ડિગ્રી સેલ્સિયશ તાપમાન સુધી રસી સાચવવાની વ્યવસ્થા છે.આ બધામાં પ્રશિક્ષિત મનુષ્યબળ મુખ્ય મુદ્દો છે. આ બાબતે મહાપાલિકા પૂર્ણ રીતે કાર્યક્રમ છે. આ રસીના પરિવહનની જવાબદારી મહાપાલિકાની રહેશે. રસી સાચવવા માટે કાંજુરમાર્ગ ખાતે મહાપાલિકાના અખત્યાર હેઠળની પાંચ માળાની ઈમારત પસંદ કરવામાં આવી છે. એમાં તબક્કાવાર ત્રણ માળા સુધી રસી સાચવવાની ક્ષમતા વધારવામાં આવશે.

રસી આપવા માટે વ્યક્તિદીઠ 3 જણ ફળવાશે
દરેક કેન્દ્રમાં કોરોનાની રસી આપવા માટે વ્યક્તિદીઠ 3 જણનું મનુષ્યબળ પૂરું પાડવામાં આવશે. જરૂર અનુસાર આ ટીમની સંખ્યામાં વધારો કરવામાં આવશે એમ કાકાણીએ નોંધ્યું છે. અન્ય કોરોનાયોદ્ધાઓને પણ મળશે. પોલીસો સહિત અન્ય વર્ગના સંબંધિતોને કોરોનાની રસી આપવાનો નિર્ણય થાય એ અનુસાર સુવિધા પૂરી પાડવા મહાપાલિકા સક્ષમ છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ સુવિધાઓમાં મહાપાલિકા દ્વારા વધારો કરવામાં આવશે. મુંબઈમાં દિવાળી પછી કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થવાનો ડર સતત વ્યક્ત થઈ રહ્યો છે. પણ અત્યારે તો દર્દીઓની સંખ્યા નિયંત્રણમાં છે. આમ છતાં આગામી થોડા મહિના માટે મહાપાલિકા તરફથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો