તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બ્રિટન, યુરોપ અને અખાતના દેશોમાંથી આવેલા પ્રવાસીઓનું સંસ્થાત્મક ક્વોરન્ટાઈનમાં રહેવું ફરજિયાત કરવામાં આવ્યું છે અને તેમની કોરોના ટેસ્ટ પ્રવાસથી આવ્યા પછીના સાતમા દિવસે જ કરવામાં આવશે એમ મહાપાલિકા પ્રશાસને સ્પષ્ટ કર્યું છે. આ પહેલાં પણ ટેસ્ટ પાંચમા કે સાતમા દિવસે કરવા બાબતે નિર્દેશ આપવામાં આવ્યો હતો. જોકે મહાપાલિકા કમિશનરે પરિપત્ર કાઢીને આ બાબતે હવે સ્પષ્ટ આદેશ આપ્યો છે. કોરોનાના નવા પ્રકારના વાઈરસને લીધે બ્રિટનમાં સંક્રમણ વધ્યું હોવાથી બ્રિટન, યુરોપ અને અખાતના દેશોમાંથી આવેલા પ્રવાસીઓને સંસ્થાત્મક ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવે છે.
22 ડિસેમ્બરથી બ્રિટન અને ભારત વચ્ચેની વિમાનસેવા બંધ કરવામાં આવી છતાં યુરોપ અને અખાતના દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ છે. આ પ્રવાસીઓને સંસ્થાત્મક ક્વોરન્ટાઈનમાં રાખવા મહાપાલિકાએ હોટેલોમાં 2000 રૂમ રિઝર્વ કર્યા છે. પ્રવાસીઓએ તેમના ખર્ચ આ ઠેકાણે રહેવું પડશે. એરપોર્ટ પર આવ્યા પછીના સાતમા દિવસે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. આ પહેલાંના પરિપત્રમાં પાંચમા કે સાતમા દિવસે ટેસ્ટ કરવા બાબતે નિર્દેશ આપવામાં આવ્યો હતો. પણ એના લીધે ઊભી થયેલી દ્વિધાને દૂર કરવા માટે હવે આ ટેસ્ટ સાતમા દિવસે જ કરવી એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
દરમિયાન વિદેશ દૂતાવાસમાં કામ કરતા અધિકારીઓને સંસ્થાત્મક ક્વોરન્ટાઈનમાંથી છૂટ આપવામાં આવશે. જોકે એ માટે તેમણે અરજી કરવાની રહેશે. યુરોપમાંથી આવેલા પ્રવાસી કોરોનાગ્રસ્ત જણાશે તો એને સેવનહિલ્સ હોસ્પિટલમાં અને અન્ય દેશોમાંથી આવેલા કોરોનાગ્રસ્ત પ્રવાસીઓને જીટી હોસ્પિટલમાં મોકલવામાં આવશે.
પ્રવાસીઓના હાથમાં સિક્કો મરાશે
સાતમા દિવસે કોરોના ટેસ્ટ કર્યા પછી પ્રવાસીને કોરોના ન હોવાનું સ્પષ્ટ થશે તો સંસ્થાત્મક ક્વોન્ટાઈનમાંથી છોડવામાં આવશે. જોકે એ પછીના 7 દિવસ હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે. 14 દિવસનો ક્વોરન્ટાઈનનો નિયમ પ્રવાસી પાળે એ અપેક્ષિત છે. તેથી પ્રવાસીઓના હાથમાં એવો સિક્કો મારવામાં આવશે અને ઘરે હોમ ક્વોરન્ટાઈન રહીશ એવો ખાતરી આપતો પત્ર પ્રવાસીઓ પાસેથી લેવામાં આવશે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.