નુકસાન:કોરોનાના સંકટ અને લોકડાઉનને કારણે 20 વર્ષના વિકાસને મોટો ફટકો પડ્યો છે

મુંબઇએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈમાં અર્થવ્યવસ્થા પાટે ચઢવા હજી સમય લાગશે

કોરોનાના સંકટ અને લોકડાઉનને કારણે 20 વર્ષના વિકાસને ફટકો પડ્યો છે. મુંબઈ જેવા વૈશ્વિક શહેરને આ સંકટનો સૌથી વધુ ફટકો પડ્યો છે. તેથી આ શહેરમાં અર્થવ્યવસ્થા પાટે ચઢવા હજી સમય લાગશે એવો નિષ્કર્ષ ગોલકીપર્સ સંસ્થાના અહેવાલમાં કાઢવામાં આવ્યો છે. આ ગેટ્સ ફાઉન્ડેશનનો વાર્ષિક અહેવાલ છે.

આર્થિક નુકસાનીને કારણે ફરીથી અસમાનતા નિર્માણ થવાની શક્યતા છે. તેથી સંયુક્ત રાષ્ટ્રસંઘની ધ્યેયપૂર્તીને પણ ફટકો પડ્યો હોવાનું આ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે. પણ આ જ સમયે કેટલાક દેશોએ પડકારનો સામનો કરવા અનેક નોખી ઉપાયયોજનાઓ કરી હોવાનું નોંધવામાં આવ્યું છે. આ અહેવાલ અનુસાર દુનિયાના વિકાસશીલ દેશો અથવા અવિકસિત દેશોમાં અતિગરીબીનું પ્રમાણ 7 ટકા વધ્યું છે. રસીકરણનો વ્યાપ, આરોગ્ય યંત્રણાની કાર્યપદ્ધતિનું પરિણામ જે 1990ના સમયમાં હતું એ હવે ઓગસ્ટ 2020માં થયું છે.

આટલા સ્તરે એ નીચે આવ્યું છે. આ 25 અઠવાડિયામાં દુનિયા લગભગ 25 વર્ષ પાછળ ધકેલાઈ છે. આ સંકટનો મહિલાઓ પર, વાંશિક દષ્ટિએ રહેલા લઘુમતીઓ પર અને અત્યંત ગરીબો પર સૌથી વધુ અસર થઈ છે. દુનિયામાં મહિલાઓ પર વળતર વિનાના કામ કરવાની માગનો બોજ વધ્યો છે. નોકરી ગુમાવવાનું પ્રમાણ મહિલાઓમાં વધારે છે. કોઈ પણ દેશ એકલા આ પડકારનો સામનો કરી શકતો નથી એમ આ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે. કોઈ દેશ ફક્ત પોતાનો બચાવ કરવા પર ધ્યાન આપશે અને બીજા દેશો પર દુર્લક્ષ કરશ તો આ રોગચાળાને લીધે થનારા ત્રાસમાં ઉમેરો થશે. રસી બનાવવા અને તૈયાર થયા પર એ બધા સુધી પહોંચશે નહીં તો આ રોગચાળો નાબૂદ થઈ શકશે નહીં. મુંબઈ જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના શહેરની ભૂમિકા એમાં મહત્ત્વની હશે એમ પણ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...