તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:કતારમાં સજા પામેલા કપલનો આખરે છુટકારો

મુંબઈ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો બચાવમાં આવતાં રાહત

કતારમાં 2019માં ડ્રગ સાથે પકડાતાં 10 વર્ષની કેદ પામેલા મુંબઈના હનીમૂન કપલનો આખરે નિર્દોષ છુટકારો થયો છે. આથી ટૂંક સમયમાં જ તેઓ હવે મુંબઈ આવશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) બચાવમાં આવતાં દંપતીનો છુટકારો થઈ શક્યો છે.ઓનિબા અને શરીક કુરેશી 2019માં કતારમાં તેમના બીજા હનીમૂન પર ગયાં હતાં. દોહામાં હમદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તપાસમાં તેમની બેગમાંથી 4.1 કિલો હશીશ નામે ડ્રગ મળી આવ્યું હતું. દંપતીએ આ ડ્રગ વિશે પોતાને કશી જ જાણ નહીં હોવાનું અને તેમની નિકટવર્તી સંબંધીએ પડીકું આપીને કતારમાં એક ફ્રેન્ડને પહોંચાડવા માટે કહ્યું હોવાનો બચાવ કર્યો હતો.

જોકે તેઓ આ બાબતનો કોઈ પુરાવો નહીં રજૂ કરી શકતાં ધરપકડ કરવામાં આવી હતી. કતારમાં ડ્રગ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે છે, જેના હેઠળ તેમને દસ વર્ષની સખત કેદની સજા અને 6,00,000 રિયાલ દંડ કરવામાં આવ્યો હતો. ઓનિબાએ જેલમાં બાળકીને જન્મ આપ્યો હતો. દંપતીના પરિવારજનોએ ઉપરથી નીચે વિવિધ પ્રશાસન પાસે ધા નાખી હતી, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા.27 સપ્ટેમ્બર, 2019ના રોજ ઓનિબાના પિતા શકીલ અહમદ કુરેશીએ એનસીબીના ડાયરેક્ટર જનરલ રાકેશ અસ્થાનાને પત્ર લખ્યો હતો

જેમાં તેમના પુત્રની માસી સાસુ તબસ્સુમ રિયાઝ કુરેશી અને તેની સહયોગી નિઝામ કર દ્વારા ડ્રગ મોકલવામાં આવ્યું હોવાનું લખ્યું હતું. દંપતી નીકળવાનું હતું ત્યારે અચાનક તબસ્સુમે આવીને શરીકને પડીકું સોંપીને કતારમાં એક મિત્રને પહોંચાડવા વિનંતી કરી હતી. 5 જુલાઈ, 2019ના રોજ દંપતી બેન્ગલુરુ ગયું હતું, જ્યાં તબસ્સુમે તેમને વધુ એક બેગ આપી હતી. બેગમાં ગુટકા અને ઝર્દા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો