તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:CSMT ખાતેના હિમાલય પુલને બાંધવાનું મૂરત મળ્યું

મુંબઇ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 મહિનામાં નવેસરથી પુલ બાંધવામાં આવશે

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ નજીક તૂટી પડેલા હિમાલય પુલને નવેસરથી બાંધવા માટે આખરે મહાપાલિકાને મૂરત મળ્યું છે. ટેંડર પ્રક્રિયામાં 13.34 ટકા ઓછા દરથી ટેંડર ભરનાર કંપનીને રૂ. 6,03,00,000નો કોન્ટ્રેક્ટ આપવાનો નિર્ણય પ્રશાસને લીધો છે. આ કંપનીએ ચોમાસાના દિવસો છોડીને 15 મહિનામાં પુલ બાંધીને ઊભો કરવાનો રહેશે.

હિમાલય પુલ 14 માર્ચ 2019ના તૂટી પડ્યો હતો અને આ દુર્ઘટનામાં કેટલાક પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો હતો. હિમાલય પુલ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના રાહદારી પુલનો જોડેલો હતો. તેથી રેલવે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આ પુલનો ઉપયોગ કરતા હતા. દુર્ઘટના પછી રેલવે પ્રવાસીઓએ ડી.એન.રોડ ઓળંગીને સ્ટેશન પહોંચવું પડે છે. રસ્તો ઓળંગતા પ્રવાસીઓને કારણે વાહનવ્યવહારમાં અડચણ ઊભી થાય છે. આ બાબત ધ્યાનમાં લેા સહપોલીસ આયુક્ત (પરિવહન) મુંબઈએ આ પુલની વહેલાસર પુનર્બાધણી કરવાની સૂચના મહાપાલિકાને કરી હતી.

હિમાલય પુલના પુનર્બાંધણીની રૂપરેખા, નિયોજન, સંકલ્પચિત્ર, બજેટ અને મુસદ્દા ટેંડર બનાવવાના કામ માટે મહાપાલિકાએ ટીવીએફ એન્જિનિયંરીંગ કંપનીની ટેકનિકલ સલાહકાર તરીકે નિમણુક કરી હતી. આ પુલને નવેસરથી બાંધવા માટે રૂ. 6,38,53,000 જેટલો ખર્ચ અપેક્ષિત હતો.

અન્ય સમાચારો પણ છે...