બચાવ:ગુજરાતીને ચાલતી ટ્રેનમાંથી પડતાં કોન્સ્ટેબલે બચાવ્યો

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઇના બોરીવલી રેલવે સ્ટેશન પર એક ગુજરાતી મુસાફર ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચેની જગ્યામાં પડી જતાં રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ)ના કોન્સ્ટેબલે બચાવી લીધો હતો. આરપીએફ અધિકારીના જણાવ્યા અનુસાર બાંદરાથી ભુજ જતી સયાજીનગરી એકસપ્રેસ ટ્રેન શુક્રવારે બપોરે 3 વાગ્યે બોરીવલીમાં પ્લેટફોર્મ નંબર 6 પર આવી હતી.આ પછી ટ્રેન તેના નિર્ધારિત સમયે પ્લેટફોર્મ પરથી જઈ રહી હતી ત્યારે એક મુસાફર ચાલુ ટ્રેનમાં સયાજીનગરીના સ્લિપર કોચમાં ચઢવા જતાં પ્લેટફોર્મ અને ટ્રેનના ગેપની વચ્ચે સરકી રહ્યો હતો.

એ સમયે આ સ્થળે ફરજ પર હાજર આરપીએફના કોન્સ્ટેબલ પવન કુમારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેને તુરંત ટ્રેનથી દૂર પ્લેટફોર્મ પર ખેંચી લીધો હતો. બાદમાં તેની પૂછપરછ કરતા દિપક શાહ નામનો આ મુસાફર મુંબઇથી વાપી જઇ રહ્યો હતો એવું જાણવા મળ્યું હતું. અમે તુરંત ટ્રેન થોડી ક્ષણ માટે રોકીને તેને ફરીથી આગળની મુસાફરી માટે જવા દીધો હતો. આરપીએફ કોન્સ્ટેબલ પવન કુમારે સમયસૂચકતા વાપરીને દીપક શાહને જીવલેણ અકસ્માતમાંથી બચાવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...