તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિંતાજનક સ્થિતિ:મહારાષ્ટ્રના આઠ જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ હજી ચિંતાજનક

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાગ્રસ્તોનું પ્રમાણ હજી પણ 5 ટકાથી વધારે

કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં દર્દીઓની સંખ્યા ઓછી થતી દેખાય છે છતાં આ લહેર પૂર્ણપણે ઓસરવા પહેલી લહેર કરતા વધુ સમય લાગી રહ્યો છે. તેથી બીજી લહેરની અસર વધુ કાળ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. એમાં રાજ્યના 8 જિલ્લાઓમાં કોરોનાગ્રસ્તોનું પ્રમાણ હજી પણ 5 ટકાથી વધારે હોવાથી ત્યાં સ્થિતિ ચિંતાજનક છે. ટેસ્ટમાં થયેલો ઘટાડો, કોરોનાગ્રસ્તોના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની ઓછા પ્રમાણમાં શોધ અને કોરોના પ્રતિબંધાત્મક નિયમોનું ઉલ્લંઘન જેવા કારણોને લીધે બીજી લહેરની અસર વઘુ સમય રહેતી હોવાનું નિરીક્ષણ નિષ્ણાતોએ નોંધ્યું છે.

રાજ્યમાં સૌથી વધુ કોરોનાગ્રસ્તોનું પ્રમાણ કોલ્હાપુરમાં 10.24 ટકા છે. એ પછીના ક્રમે સાતારા 9.14 ટકા, સાંગલી 8.81 ટકા, રાયગડ 7.88 ટકા, પુણે 7.68 ટકા, રત્નાગિરી 7.29 ટકા, સિંધુદુર્ગ 6.55 ટકા, પાલઘર 5.26 ટકા અને બુલઢાણા 4.57 ટકા છે. કોલ્હાપુર, સાતારા, સાંગલી અને પુણે જિલ્લામાં સંક્રમણનો દર જૂનના છેલ્લા અઠવાડિયામાં ઓછો થયો હતો પણ 27 જૂનથી 3 જુલાઈના અઠવાડિયામાં ફરીથી વધ્યો. બીજી લહેરની પૂંછડી ગરોળીની જેમ છટપટ કરી રહી છે.

પહેલી લહેરની સરખામણીએ બીજી લહેરમાં દર્દીઓની સંખ્યાનો ગ્રાફ ઓછો થવાની ઝડપ ખૂબ ઓછી છે. તેથી દર્દીઓની સંખ્યા હજી પણ વધારે છે. ખાસ કરીને 8 જિલ્લાઓમાં કોરોનાનો ફેલાવો વધુ પ્રમાણમાં છે એમ ટાસ્કફોર્સના પ્રમુખ ડો. સંજય ઓકે જણાવ્યું હતું.

પહેલી લહેર માર્ચ 2020માં શરૂ થઈ અને ઓકટોબરથી દર્દીઓની સંખ્યા ઓછી થવાની શરૂઆત થઈ. આ સમયમાં દર અઠવાડિયે લગભગ 60 થી 70 હજાર દર્દીઓનું નિદાન થતું હતું. સમય જતા પહેલી લહેરની અસર ઝડપથી ઓછી થતી ગઈ અને એક મહિનામાં જ એટલે કે નવેમ્બર 2020માં દર અઠવાડિયે દર્દીઓની સંખ્યાનો ગ્રાફ લગભગ અડધો થઈ ગયો. ડિસેમ્બરમાં આ પ્રમાણ 20,000 સુધી નીચે આવ્યું હતું, ઓકટોબરથી ડિસેમ્બરના ત્રણ મહિનામાં દર્દીઓની સંખ્યા લગભગ 70 ટકા ઓછી થયાનું જણાયું છે.

જૂનમાં દર્દી ઓની સંખ્યા લાંબો સમય સ્થિર
બીજી લહેરની શરૂઆત લગભગ ફેબ્રુઆરી 2021થી શરૂ થઈ. ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં લગભગ 60,000 નવા દર્દીઓનું નિદાન થતું રહ્યું. એપ્રિલમાં લહેર ટોચ પર પહોંચી અને અઠવાડિયે દર્દીઓની સંખ્યા લગભગ સાડા ચાર લાખ પર પહોંચી. જોકે મે મહિનાથી ફરી દર્દીઓની સંખ્યાનો ગ્રાફ ઘટવાની શરૂઆત થઈ.

મેના છેલ્લા અઠવાડિયામાં દર અઠવાડિયે એક લાખ પર સંખ્યા પહોંચી. એક મહિનામાં જ દર્દીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છતાં જૂન મહિનામાં દર્દીઓની સંખ્યાનો ગ્રાફ લાંબો સમય સ્થિર રહ્યો હોવાનું દેખાય છે.

પ્રતિબંધોનો અધિકાર સ્થાનિક સંસ્થાને
રાજ્યના 8 જિલ્લાઓના આયુક્ત અને જિલ્લાધિકારી સાથે મુખ્યમંત્રીની બેઠક લેવામાં આવી હતી. પ્રતિબંધો બાબતના અધિકાર સ્થાનિક સંસ્થાઓને આપવામાં આવ્યા છે. પ્રતિબંધો ઉઠાવવાના ધોરણ અને ચારથી પાંચ સ્તર ટાસ્ક ફોર્સે નક્કી કર્યા છે. સરકારે અત્યાર સુધી નક્કી કરેલ સ્તર અને ધોરણો કરતા આ જુદા છે.

જિલ્લામાં મૃત્યુદર, દર્દીઓની સંખ્યા, કોરોનાગ્રસ્તોનું પ્રમાણ, ટેસ્ટની સંખ્યા, શોધેલા કોરોનાગ્રસ્તોના સંપર્કમાં આવેલ વ્યક્તિઓની સંખ્યા જેવા ધોરણ છે જેના અનુસાર સ્થાનિક પ્રશાસનને પ્રતિબંધો હળવા કરવાની સૂચના આપી છે એવી માહિતી ટાસ્કફોર્સના પ્રમુખ ડો. સંજય ઓકે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...