તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • The Concept Of School In The University For The Identification Of Subjects And The Opportunity To Learn

એજ્યુકેશન:વિષયોની ઓળખ અને ભણવાની તક માટે યુનિવર્સિટીમાં સ્કૂલની સંકલ્પના

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્રકારત્વ પ્રમાણપત્ર, ગીતારહસ્ય પ્રમાણપત્ર અભ્યાસક્રમ પણ શરૂ થશે

વિવિધ સ્ટ્રીમના વિષયોનો એક જ છત્ર હેઠળ અભ્યાસ કરતી સ્કૂલ સંકલ્પના મુંબઈ યુનિવર્સિટીમાં શરૂ થશે. વિદ્યા પરિષદની બેઠકમાં એ માટે મંજૂરી આપવામાં આપવામાં આવી હતી. એ સાથે જ ગીતા રહસ્ય પ્રમાણપત્ર અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવશે.

વિવિધ વિદ્યા શાખા અંતર્ગત આવતા વિષયોની ઓળખ અને એ ભણવાની તક સ્કૂલના કારણે વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થશે. એના અંતર્ગત સ્કૂલ ઓફ ઈંડિયન લેંગ્વેજીસ, સ્કૂલ ઓફ ઈંગ્લિશ એન્ડ ફોરેન લેંગ્વેજીસ, સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સીસ જેવી વિવિધ સ્કૂલોની સ્થાપના આગામી સમયમાં કરવામાં આવશે. લોકમાન્ય તિલક અધ્યાસન કેન્દ્ર મારફત આ શૈક્ષણિક વર્ષથી પત્રકારત્ત્વ પ્રમાણપત્ર, ખગોળશાસ્ત્ર, ગીતારહસ્ય પ્રમાણપત્ર અભ્યાસક્રમ પણ શરૂ થશે.

યુનિવર્સિટીમાં નવા શરૂ કરવામાં આવેલા સાગર અધ્યયન કેન્દ્ર અને આંતરરાષ્ટ્રીય સંબંધ તથા સામરિક અધ્યયન કેન્દ્ર એમ બે નવા કેન્દ્રના અભ્યાસક્રમને પણ બેઠકમાં માન્યતા આપવામાં આવી હતી. સાગર અધ્યયન કેન્દ્ર મારફત એમએ મેરિટાઈમ સ્ટડીઝ, એમકોમ મેરિટાઈમ સ્ટડીઝ અને એમએસસી મેરિટાઈમ સ્ટડીઝ સહિત પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમની પણ શરૂઆત કરવામાં આવશે. યુનિવર્સિટીમાં એનસીસી વૈકલ્પિક વિષય તરીકે શરૂ કરવા પણ મંજૂરી આપવામાં આવી હતી.

એન્જિનિયરીંગની નવી આઠ શાખા
ઔદ્યોગિક જરૂરિયાત ધ્યાનમાં રાખતા એન્જિનિયરીંગની આઠ શાખાના ઈમર્જિંગ સેકટર્સના અભ્યાસક્રમને મંજૂરી આપવામાં આવી હતી. આર્ટિફિશિયલ ઈંટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સ, મશીન લર્નિંગ, સાઈબર સુરક્ષા, ઈંટરનેટ ઓફ થિંગ્સ, ડેટા એન્જિનિયરીંગ, કોમ્પ્યુટર એન્ડ એન્જિનિયરીંગ વગેરે અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. એ જ પ્રમાણે પ્રાદેશિક ભાષામાં એન્જિનિયરીંગનું શિક્ષણ આપવા મંજૂરી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...