તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કોમ્યુનિટી રેડિયો સ્ટેશનને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોબાઈલ વિનાના 50,000થી વધુ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક વ્યાખ્યાનનો લાભ આપ્યો

મોબાઈલ વિનાના 50,000થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણનો આધાર આપનારા નાશિકના કોમ્યુનિટી રેડિયો સ્ટેશન વિશ્વાસ 90.8ને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા શાશ્વક મોડેલ પુરસ્કાર શ્રેણીમાં પ્રથમ અને સંકલ્પના આધારિત પુરસ્કાર શ્રેણીમાં દ્વિતીય પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

નાશિકના ધ્યાન પ્રબોધિની અને સંશોધન સંસ્થા દ્વારા 2011થી આ કેન્દ્ર ચલાવાય છે, જેનું પ્રસારણ રોજ 14 કલાક ચાલે છે. શિક્ષણ સર્વ માટે સંકલ્પના શ્રેણી અંતર્ગત પુરસ્કાર જીતેલી શિક્ષણ સર્વ માટે સીઆરએસ (કોમ્યુનિટી રેડિયો સર્વિસ) ઉપક્રમની શરૂઆત જૂન 2020માં કરવામાં આવી હતી. કોવિડના મુશ્કેલ સમયમાં ત્રીજાથી દસમાના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવાનો તેનો ઉદ્દેશ હતો. જિલ્લા પરિષદ અને નાશિક મહાપાલિકાની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે આ અંતર્ગત ધ્વનિમુદ્રિત વ્યાખ્યાન પ્રસારિત કરવામાં આવ્યાં.

કાર્યક્રમ હિંદી, અંગ્રેજી, મરાઠી, સંસ્કૃત ભાષામાં પ્રસારિત કરાયા. કેન્દ્રના સંચાલક ડો. હરી વિનાયક કુલકર્ણી કહે છે, ઘણા વિદ્યાર્થીનું ભણતર મોબાઈલ ફોન વિના રખડી પડ્યું છે. આથી અમે સ્ટુડિયોમાં 150 શિક્ષકોની મદદથી વ્યાખ્યાન ધ્વનિમુદ્રિત કરીને શિક્ષણ સર્વને માટે પ્રકલ્પનો અમલ કર્યો, જેનો 50,000થી 60,000 વિદ્યાર્થીઓએ લાભ લીધો છે.

એફએમ ઉપકરણોનું વિતરણ
નાશિકના ઈગતપુરી તાલુકાના શિક્ષકોના એક જૂથે 451 એફએમ ઉપરકરણો (યુએસબી, બ્લુટૂથ, હાઈ- એન્ડ સ્પીકર્સ સહિત) વિદ્યાર્થીઓને વિતરણ કર્યાં, જેથી હાલમાં ચાલતો અભ્યાસક્રમ તેઓ સાંભળી શકે. શિક્ષકો આ વ્યાખ્યાન યુટ્યુબ પર અપલોડ કરવા વિચારી રહ્યા છે, જેથી શાળા શિક્ષણ શરૂ થયા પછી પણ તેનો ઉપયોગ થતો રહેશે.

અન્ય કયા લાભો આપે છે
અમારા કિચન ગાર્ડન કાર્યક્રમને લીધે પર્યાવરણ સંવર્ધન વિશે જાગૃતિ વધી. બિયાં ઉપલબ્ધ થવાથી રોપાં વાવવા સુધીની માહિતી શ્રોતાઓને આપવામાં આવી. વરિષ્ઠ નાગરિકોને સતાવતી સમસ્યા પર કેન્દ્રિત કાર્યક્રમ પણ પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં આવ્યો.

રેડિયો સ્ટેશન કઈ રીતે ચાલે છે
કોમ્યુનિટી રેડિયો સ્ટેશન સામાન્ય રીતે 10-15 કિમી પરીઘ ક્ષેત્રના સ્થાનિક સમુદાયના ફાયદા માટે સ્થાનિક સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કેન્દ્રો મોટે ભાગે સ્થાનિક લોકો ચલાવે છે. તેમાં ટોક શો સાથે સ્થાનિક સંગીત અને સ્થાનિક ગીતો પણ હોય છે. આવાં કેન્દ્રોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર દ્વારા 2011-12માં પુરસ્કારની સ્થાપના કરી હતી. કોવિડકાળમાં આ કેન્દ્રએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દેશનાં વિવિધ રાજ્યમાં હાલ 327 કોમ્યુનિટી રેડિયો કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...