તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ફી મુદ્દે મનમાની કરતી સ્કૂલોની ફરિયાદ કરવા સમિતિ નિમાઈ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનાઈ હોવા છતાં કેટલીક સ્કૂલોએ વાલીઓ પાસે ફી માટે દબાણ શરૂ કર્યું

કોરોનાના સમયમાં ફી માટે ઉઘરાણી કરવી નહીં એવો સરકારનો આદેશ હોવા છતાં કેટલીક સ્કૂલોએ વાલીઓ પાસે ફી માટે દબાણ શરૂ કર્યું છે. ઉપરાંત વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ પણ રોકવામાં આવ્યું છે. કોરોનાના સમયમાં સ્કૂલો બંધ હોવા છતાં મનમાની ફી વસૂલ કરતી સ્કૂલો પર નિયંત્રણ મેળવી શકાય એ માટે રાજ્ય સરકારે વિભાગીય શુલ્ક નિયામક સમિતિની સ્થાપના કરી છે. તેથી ફીમાં વધારો કરવાના વિરોધમાં વાલીઓ ફરિયાદ કરી શકશે એવી માહિતી રાજ્ય સરકાર તરફથી હાઈ કોર્ટમાં આપવામાં આવી હતી.

કોરોનાના સંકટમાં વાલીઓને રાહત આપવા માટે સ્કૂલોએ ફીમાં વધારો કરવી નહીં એવો અધ્યાદેશ રાજ્ય સરકારે ગયા વર્ષે કાઢ્યો છે. આમ છતાં કેટલીક સ્કૂલોએ ફીમાં વધારો કર્યો છે અને એ વસૂલ કરવા માટે વાલીઓ પર દબાણ કરી રહી છે. સમયસર ફી ન ભરનારા વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસ રોકીને તેમને પરીક્ષામાં બેસવા પર બંધી ફરમાવી છે. એના વિરોધમાં વિધાનસભ્ય અતુલ ભાતખળકરે હાઈ કોર્ટમાં દાદ માગતા એડવોકેટ બિરેન્દ્ર સરાફ મારફત અરજી દાખલ કરી છે. તેમ જ રાઈટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફ કરવી એવી માગણી કરી છે.

આ અરજીની જજ સુનીલ દેશમુખ અને જજ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠ સમક્ષ સુનાવણી લેવામાં આવી હતી. આ સમયે રાજ્ય સરકાર તરફથી એડવોકેટ ગીતા શાસ્ત્રીએ માહિતી આપતા કોર્ટને જણાવ્યું કે આવી સ્કૂલોની ફરિયાદ કરવા માટે નિયામક સમિતિની સ્થાપના કરવામાં આવી છે. આ સમિતિ આવી ફરિયાદો પર ધ્યાન આપી રહી છે. હાઈ કોર્ટે આ દલીલ સાંભળીને સમિતિના કામકાજ વિશે એક અઠવાડિયામાં એફિડેવિટ રજૂ કરવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો અને આગામી સુનાવણી 22 જૂનના રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...