સૂચન:વાહનો ટોઈંગ કરવાની પ્રથા સમાપ્ત કરવા માટે કમિશનરે સૂચનો મગાવ્યાં

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિયમોનું પાલન કરનારને પાર્કિંગ ડિસ્કાઉન્ટ આપવા સહિતનાં નાગરિકોનાં સૂચન

મુંબઈના નવનિયુક્ત પોલીસ કમિશનર સંજય પાંડેએ ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો ટોઈંગ કરવાની પ્રથાને સમાપ્ત કરવા અંગે નાગરિકોનાં મંતવ્યો મગાવ્યાં છે. પાંડેએ ઉમેર્યું હતું કે આ ચર્ચા કોઈ પણ રીતે આ મુદ્દે સત્તાવાર સ્થિતિને પ્રતિબિંબિત કરતી નથી. પાંડેએ ટ્વિટ કર્યું હતું કે, પ્રિય મુંબઈવાસીઓ, હું તમારા પ્રતિભાવથી અભિભૂત છું. અમે વાહનોને ટોઈંગ કરવાનું બંધ કરવાની યોજના બનાવીએ છીએ. જો તમે તેનું પાલન કરો તો પ્રાયોગિક શરૂઆત અને અંતિમ. તમે શું વિચારો છો તે મને જણાવો.

તેમના ટ્વીટના જવાબમાં કેટલાક નાગરિકોએ સૂચવ્યું કે જો મુંબઈમાં ટ્રાફિક પોલીસ મુખ્ય રસ્તાઓ પર કોઈ પણ કારને પાર્ક કરવાની મંજૂરી નહીં આપે તો ગેરકાયદે પાર્કિંગની અડધી સમસ્યાનો અંત આવશે. અન્યોએ ટ્રાફિક સંબંધિત સમસ્યાઓ માટે સમર્પિત ટ્વિટર હેન્ડલ શરૂ કરવાનું સૂચન કર્યું, એમટીપી એપ (મુંબઈ ટ્રાફિક પોલીસ) લગભગ નિષ્ક્રિય થઈ ગયું છે.કવયિત્રી અને લેખિકતા તરીકે ઓળખાવનાર ગાયત્રીએ ટ્વિટ કર્યું હતું કે કાયદાના પાલન માટે પ્રોત્સાહન આપો, જેમ કે પાર્કિંગ ડિસ્કાઉન્ટ, વિશેષાધિકારો, વધારાના કલાક માટે મફત કુપન વગેરે. સરપ્રાઈઝ ઝોનમાં હરીફાઈ રાખતાં લોકોને વધુ સારું વર્તન કરવા પ્રોત્સાહિત કરશે.

ગાયત્રીને જવાબ આપતાં પાંડેએ કહ્યું, “આભાર, પરંતુ અમારી પાસે આવી કોઈ આર્થિક લાભ આપવાની યોજનાઓ નથી. અમે મહત્તમ એ કરી શકીએ કે તેમને કોઈ સામાજિક કાર્યક્રમ માટે પાસ આપીએ. તે પણ અમારે આયોજન કરવું પડશે.આ માટે ગાયત્રીએ કહ્યું કે મુંબઈ મહાપાલિકા સાથે જોડાણ કરવાથી પાર્કિંગ સ્લોટ મેળવવામાં મદદ મળી શકે છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પાંડેએ આ મુદ્દા પર ચર્ચા શરૂ કરી હશે, કારણ કે મુંબઈમાં કાર માલિકોને જગ્યાની તંગીને કારણે પાર્કિંગ વાહનોને લઈને ઘણી વાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

મહાપાલિકા રોજ રૂ. 2 લાખ દંડ વસૂલે છે
ઘણી વખત ટોઇંગને કારણે કાર માલિકો અને ટ્રાફિક પોલીસ કર્મચારીઓ વચ્ચે ઝઘડો થાય છે. મુંબઈમાં ગેરકાયદે પાર્કિંગ પર કાર્યવાહી કરવા માટે, મહાપાલિકાએ 2019થી સાર્વજનિક પાર્કિંગની 500 મીટરની અંદર પાર્ક કરેલી કાર પર 10,000 રૂપિયાનો ભારે દંડ લાદવાનું શરૂ કર્યું હતું. ટીકા બાદ દંડની આ રકમમાં પછીથી સુધારો કરવામાં આવ્યો હતો. અધિકારીએ ઉમેર્યું હતું કે, મહાપાલિકા દરરોજ 2 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલ કરે છે.

અન્ય સમાચારો પણ છે...