તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મીટર વાંચન કર્યા પછી પ્રથમ બિલ સમયસર ભરનારા ગ્રાહકોને 2 ટકા સવલત આપવા મહારાષ્ટ્ર વીજ નિયામક આયોગે મહાવિતરણને ગ્રીન સિગ્નલ દેખાડ્યું છે. પણ આગામી સમયમાં કોઈ પણ પ્રકારની સવલતોનો ભાર કોઈ પણ પરિસ્થિતિમાં વીજ ગ્રાહકો પર આવવો ન જોઈએ એવો સ્પષ્ટ નિર્દેશ પણ આયોગે મહાવિતરણને આપ્યો છે.
લોકડાઉનના સમયમાં એપ્રિલ અને મે મહિનામાં તેમ જ કેટલાક ઠેકાણે જૂન મહિનામાં પણ વીજ મીટરનું રીડિંગ થયું ન હોવાથી ગ્રાહકોને સરેરાશ બિલ મોકલવામાં આવ્યા. જૂન અને જુલાઈ મહિનામાં મીટર રીડિંગ ફરીથી શરૂ થયા પછી ગ્રાહકોને મસમોટા વીજ બિલ મળ્યા. આવા બિલો જે ગ્રાહકોએ મુદત પહેલાં ભર્યા છે એ ગ્રાહકોને 2 ટકા સવલત આપવાની યોજના મહાવિતરણે બનાવી છે. આ યોજના અત્યારે બિલ ભરવાના બાકી છે એવા ગ્રાહકોને પણ લાગુ છે. ઉપરાંત મહાવિતરણે બિલને ત્રણ હપ્તામાં ભરવાની છૂટ પણ આપી છે.
ત્રણ હપ્તામાં બિલ ભરશે તો ગ્રાહકોને લેટ ફી અને વ્યાજમાં સવલત આપવાની ઘોષણા મહાવિતરણે કરી છે. આ તમામ સવલતોને આયોગે શરતોને આધીન મંજૂરી આપી છે. આવા તમામ સવલતો પોતાના અખત્યારમાં નિયમોને આધીન રહીને આપવાની સ્વતંત્રતા મહાવિતરણને છે.
આ સવલતોનો તિજોરી પર ભાર આવશે એ મહાવિતરણે સરેરાશ મહેસૂલ જરૂરિયાત પર ધકેલવો નહીં. પોતાના વિવિધ રોકાણ પરના રિફંડમાંથી આ રકમ એડજસ્ટ કરવી એવો સ્પષ્ટ નિર્દેશ મહારાષ્ટ્ર વીજ નિયામક આયોગે મહાવિતરણને આપ્યો છે. બાકી નીકળતા બિલનો વિષય પણ રજૂ કર્યો હતો. લોકડાઉન અને રોગચાળાની સ્થિતિને કારણે ગ્રાહકોના લેણાંની રકમ ખૂબ મોટી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.