મોટી ડ્રગ પાર્ટીનો પર્દાફાશ:ડ્રગ પાર્ટીમાં પ્રવેશ માટે કોડવર્ડ હતો RT PCR

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેસ્ટ રૂમમાંથી ડ્રગ્સનું સેવન કરવાના પેપર- રોલ મળ્યા

મુંબઈ- ગોવા ક્રુઝ કાર્ડેલિયા ધ ઈમ્પ્રેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન સહિત ચુનંદા લોકોની ડ્રગ પાર્ટીમાં પ્રવેશ માટે આરટી- પીસીઆર કોર્ડ રાખવામાં આવ્યો હતો એવી ચોંકાવનારી માહિતી બહાર આવી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા પહેલી જ વાર ક્રુઝ પર મોટી ડ્રગ પાર્ટીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

આ પ્રકરણમાં અટકમાં લેવાયેલા આરોપીઓએ કહ્યું કે તેમણે પાર્ટીમાં પ્રવેશ માટે કોડવર્ડ આરટી- પીસીઆર (રિયલ- ટાઈમ રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્ટાઝ- પોલીમેરેઝ ચેઈન રિએકશન) રાખ્યો હતો, જે કોવિડ-૧૯ માટે પરીક્ષણોમાં વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવતી પદ્ધતિ છે.ઉપરાંત ક્રુઝ પર ડ્રગ પાર્ટીમાં જેઓ સામેલ થયા હતા તેમને દરેકને પેપર રોલ આપવામાં આવ્યા હતા, જેમાં ડ્રગ્સ ભરીને પીવામાં આવે છે અથવા પેપર પર ડ્રગ્સ મૂકીને તેનાથી સૂંઘવામાં આવે છે. એનસીબીએ આ પેપર રોલ પણ જપ્ત કર્યા છે. આ પેપર રોલને બ્લેન્ક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.

મુંબઈ ગોવાનો ત્રણ દિવસનો પ્રવાસ
આ જહાજ ત્રણ દિવસના પ્રવાસે નીકળવાનું હતું. ક્રુઝ મુંબઈથી શનિવારે બપોરે 2 કલાકે રવાના થવાનું હતું અને 4 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે પાછું મુંબઈ આવવાનું હતું. પ્રાપ્ત માહિતી મુજબ આ ક્રુઝ ભારતીય કંપની કાર્ડેલિયાનું છે. તેમાં ફેશન ટીવી ઈન્ડિયા અને દિલ્હીની નમાસ્કેરી એક્સપિરિયન્સે ક્રે અક્ર નામથી એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એનસીબીના રડાર પર આયોજક પણ છે અને તેમનાં નિવેદન પણ નોંધવામાં આવશે.

આ કાર્યક્રમો યોજાવાના હતા
પ્રથમ દિવસે ક્રૂઝ પર મિયામી સ્થિત ડીજે સ્ટેન કોલવની સાથે ડીજે બુલ્જઆઈ, બ્રાઉનકોટ અને દીપેશ શર્માનું મ્યુઝિકલ પરફોર્મન્સ થવાનું હતું. બીજા દિવસે બપોરે 1 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ફેશન ટીવીએ પૂલ પાર્ટીનું આયોજન કર્યું હતું. પૂલ પાર્ટી દરમિયાન આઈવરી કોસ્ટના ડીજે રાઉલના ભારતીય ડીજે કોહરા અને મોરક્કન કલાકાર કાયજાની સાથે પરફોર્મ કરવાના હતા. રાતે 8 વાગ્યા પછી એફટીવી મહેમાનો માટે શેંપેન ઓલ- બ્લેક પાર્ટીનું આયોજન કરવાના હતા. રાતે 10 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી હોશ સ્પેસ મોશન અને બાકીના કલાકાર એક ઈલેક્ટ્રોનિક મ્યુઝિક પ્રોગ્રામ પરફોર્મ કરવાના હતા. ત્રીજા દિવસે એટલે કે 4 ઓક્ટોબરે સવારના 10 વાગ્યે જહાજ મુંબઈ પાછું આવવાનું હતું.

સાગરિકા શોનાએ વિવાદમાં ઝંપલાવ્યું
મોડેલ અને અભિનેત્રી સાગરિકા શોનાએ પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. તેણે જણાવ્યું કે આ પાર્ટી માટે મારો એક મિત્ર બુધવારે જ મારે માટે ટિકિટ ખરીદવાનો હતો અને અમે બંને શનિવારે મુંબઈથી ગોવા જઈ રહેલા આ ક્રુઝમાં જવાનાં હતાં. તે માટે સંપૂર્ણ આયોજન પણ થઈ ગયું હતું. જોકે મારા વાલીએ હાલ પિતૃપક્ષનો સમયગાળો ચાલતો હોવાને કારણે આ સમય દરમિયાન પ્રવાસ ટાળવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...