તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દિવાળીથી વર્ષાંત સુધી 700 કરોડની ખોટ:સિનેમા હૉલ ખૂલ્યા પણ દર્શકો 10% પણ નહીં, કોઈ મોટી રિલીઝ પણ નહીં

મુંબઇ7 દિવસ પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર

15 ઓક્ટોબરથી કેટલાંક રાજ્યોને છોડીને મોટા ભાગના સ્થળે સિનેમાઘર ખૂલી ગયાં છે. આમ છતાં, ટ્રેડ એનાલિસ્ટો, વિતરકો અને સિનેમાઘર સંચાલકોને દિવાળીથી આ વર્ષના અંત સુધી રૂ. 700 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે. તેનું કારણ છે મોટા બજેટની ફિલ્મો રિલીઝ નહીં થાય તે. મલ્ટિપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરી ડી.ડી. એલિયાસ પ્રકાશના કહેવા પ્રમાણે દિવાળી, ક્રિસમસ પર રિલીઝ થનારી ફિલ્મો રૂ. 200 કરોડથી વધુ બિઝનેસ કરે છે. આ માટે નિર્માતા સામાન્ય રીતે ત્રણથી ચાર હજાર સ્ક્રીન પર ફિલ્મો રિલીઝ કરે છે. આ સ્ક્રીનમાં રિલીઝ પહેલાં ત્રણ દિવસમાં 70% સુધી દર્શકોની હાજરી સુનિશ્ચિત રહે છે.

‘500ની ક્ષમતા સામે માત્ર 50-60 દર્શકો હોય છે’
દિલ્હી સ્થિત ડિલાઈટ સિનેમાઝના સંચાલક આર.કે. મેહરોત્રા કહે છે કે, આ વખતે આવી સ્થિતિ નથી. ત્રણથી ચાર હજાર સક્રીન તો ઉપલબ્ધ જ નથી. જ્યાં સિનેમાઘર ખૂલ્યાં છે ત્યાં દર્શકો 10% પણ નથી. 15 અને 16 તારીખે 500ની ક્ષમતા ધરાવતાં થિયેટરોમાં માંડ 50-60 દર્શકો હતા. આ જ સ્થિતિ ટિયર ટુ અને થ્રી શહેરોમાં પણ છે. આટલા ઓછા દર્શકો હોય તો કોઈ પણ ફિલ્મ 100 કરોડની ક્લબમાં કેવી રીતે સામેલ થઈ શકે!

ટિકિટ ઓછી રાખવાથી પણ દર્શકો આવતા નથી
ડિસ્ટ્રિબ્યુટર અનિલ ધયાની કહે છે કે, જે દિવસે સિનેમાઘર ખૂલ્યાં એ દિવસે આગરાના રાજીવ સિનેમામાં રૂ. 20 ટિકિટ રાખીને ‘ખલનાયક’ રજૂ કરાઈ હતી. એ દિવસે બધા જ શૉમાં કુલ 300 લોકો આવ્યા હતા. એટલે કે ટિકિટની કિંમત ઓછી રાખી તોપણ એક શૉમાં માંડ 50-60 લોકો હતા. ટ્રેડ એનાલિસ્ટ રાજ બંસલ અને અતુલ મોહન કહે છે કે સામાન્ય દિવસોમાં બોલિવૂડનો આખા વર્ષનો ગ્રોસ બોક્સ ઓફિસ બિઝનેસ રૂ. 5,500 કરોડનો હોય છે. ગયા વર્ષે નેટ બોક્સ ઓફિસ પર આ આંકડો રૂ. 4,400નો હતો.

આ વર્ષે ક્રિસમસ પર ફિલ્મ ‘83’ આવશે
દિવાળી અને ક્રિસમસ પર પ્રદર્શિત થયેલી ફિલ્મોનો વેપાર રૂ. 200-200 કરોડથી વધુ હોય છે. 2015માં દિવાળીમાં રિલીઝ થયેલી ‘પ્રેમ રતન ધન ભાયો’એ ભારત અને વિદેશોમાં કુલ રૂ. 395 કરોડનો બિઝનેસ કર્યો હતો. 2015માં ‘એ દિલ હૈ મુશ્કિલ’ રૂ. 124 કરોડ અને 2017માં ‘ગોલમાલ અગેઈન’ રૂ. 311 કરોડ કમાઈ હતી. ક્રિસમસ પર આ વખતે ફિલ્મ ‘83’ આવી રહી છે, પરંતુ નિર્માતા હજુ પણ વેઈટ એન્ડ વૉચની સ્થિતિમાં છે.

સિનેવર્લ્ડે અમેરિકામાં 536 સિનેમાઘર બંધ કર્યા
9 ઓક્ટોબરથી દુનિયાની બીજી સૌથી મોટી થિયેટર ચેન સિનેવર્લ્ડે અમેરિકામાં પોતાના 536 રીગલ સિનેમાઘરો અને 127 બ્રિટિશ આઉટલેટ્સને અનિશ્ચિત સમય સુધી બંધ કરી દીધાં છે.

બોલિવૂડ ફિલ્મોની રિલીઝ ટળી

ફિલ્મજૂની તારીખ

સંભવિત નવી તારીખ

ચેહરે24 એપ્રિલઆગામી વર્ષે
મુંબઈ સાગા19 જૂન

26 જાન્યુઆરી 2021

રાધે22 મે

આગામી ઇદ કે 26 જાન્યુઆરી

જર્સી28 ઓગસ્ટઆગામી વર્ષે
ઉધમ સિંહ2 ઓક્ટોબર

26 જાન્યુઆરી 2021

જયેશભાઈ જોરદાર 2 ઓક્ટોબરઆગામી વર્ષે
મેદાન27 નવેમ્બર

આગામી 15 ઓગસ્ટ

પૃથ્વીરાજ ચૌહાણ13 નવેમ્બરઆગામી વર્ષે
લાલ સિંહ ચઢ્ઢા25 ડિસેમ્બર

આગામી વર્ષે 25 ડિસેમ્બર

બ્રહ્માસ્ત્ર4 ડિસેમ્બરઆગામી વર્ષે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો