તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાજીક સમસ્યા:કોરોનાના સમયમાં ગંભીર બની બાળવિવાહ સમસ્યા

મુંબઇ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિર્ભયા ભંડોળમાંથી રકમ આપવાની માગણી

કોરોનાના સંકટ સમયમાં રાજ્યમાં બાળવિવાહની સમસ્યા મોટા પ્રમાણમાં જણાઈ છે એવી માહિતી મહિલા અને બાળવિકાસ મંત્રી એડવોકેટ યશોમતી ઠાકુરે આપી હતી. બાળવિવાહ પ્રતિબંધાત્મક ઉપાયયોજના માટે ભંડોળની જરૂર છે. આ મહિલાઓ અને બાળકોના સંરક્ષણની બાબત છે. તેથી એના માટે નિર્ભયા ભંડોળમાંથી થોડી રકમ મળવી જોઈએ એવી માગણી પોતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ઉપમુખ્યમંત્રી અજિત પવાર સમક્ષ કરશે એમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યમાં ગયા વર્ષે કોરોનાના સમયગાળામાં 560 બાળવિવાહ રોકવામાં વિભાગને સફળતા મળી હતી. એ માટે યશોમતી ઠાકુરે સંબંધિત અધિકારીઓને અભિનંદન આપ્યા હતા. જ્યાં માહિતી મળી ત્યાં બાળવિવાહ રોકી શકાયા પણ માહિતી મળી નથી એવા ઠેકાણે બાળવિવાહ સંપન્ન થયા હોય એવી શક્યતા છે એના પર તેમણે ધ્યાન ખેંચ્યું હતું. એના માટે માહિતી વ્યવસ્થા કાર્યક્ષમ કરવાની જરૂર છે. એના માટે અધિકારીઓ, ગ્રામસેવકો, પોલીસ યંત્રણા સાથે સમન્વયથી કામ કરવું. સોશિયલ મીડિયા, કલાજૂથ અને અન્ય કલાકૃતીઓ, પ્રચાર સામગ્રી જેવા માધ્યમથી જનજાગૃતિ પર ભાર આપવો એવી સૂચના તેમણે અધિકારીઓને આપી હતી.

અન્ય સમાચારો પણ છે...