તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:લગ્નની લાલચ આપીને ઠગાઈ કરનારો ઝડપાયો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મેટ્રિમોનિયલ સાઈટ પર મહિલાઓને શોધતો

મેટ્રિમોનિયમ સાઈટ પરથી ઉચ્ચ શિક્ષિત, વિધવા અને ત્યકતાઓને શોધી કાઢીને તેમને લૂંટનારા શૈલેષ બાંબાર્ડેકર ઉર્ફે પ્રથમ માને (35)ની ડોંબિવલીના વિષ્ણુનગર પોલીસે કાંદિવલીથી ધરપકડ કરી છે. આરોપીએ અનેક મહિલાઓ સાથે આ રીતે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.

આરોપીએ મેટ્રિમોનિયલ સાઈટ પર બોગસ અકાઉન્ટ ખોલી રાખ્યું હતું, જેમાં તેણે પોતાની વિશે ખોટી માહિતી રાખી હતી. ડોંબિવલીની એક મહિલા સાથે છેતરપિંડી કર્યા બાદ પોલીસે બે મહિના સુધી પગેરું દબાવીને આખરે આરોપીને કાંદિવલીથી ઝડપી લીધો છે.

આરોપીએ 16 એપ્રિલના રોજ એક મહિલા સાથે છેતરપિંડી કરીને 10 તોલા સોનું ચોરી લીધું હતું, જે પછી તે પલાયન થઈ ગયો હતો. આ મહિલાએ વિષ્ણુનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે પછી આરોપીની બે મહિના બાદ ધરપકડ કરાતાં તેણે આ રીતે અનેક મહિલાઓને લગ્નને બહાને લૂંટી હોવાની કબૂલાત કરી છે.

આરોપી પાસેથી 140 ગ્રામ સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. તે વિરારનો રહેવાસી છે. તેણે મેટ્રિમોનિયલ સાઈટપર પ્રથમ માને નામે બોગસ અકાઉન્ટ ખોલી રાખ્યું હતું, જેમાં તેણે પોતે ઉચ્ચ શિક્ષિત હોવાની માહિતી આપી હતી. આને આધારે તે ઉચ્ચ શિક્ષિત અને ખાસ કરીને ત્યકતા અને વિધવા મહિલાઓ સાથે ઓળખ કેળવતો હતો. તેમને લગ્નની લાલચ આપીને નિકટતા કેળવતો. વિશ્વાસ સંપાદન કર્યા પછી રોકડ, દાગીના સહિત કીમતી જે પણ મળે તે લઈને રફુચક્કર થઈ જતો હતો, જે પછી નોટ-રીચેબલ થઈ જતો.

અન્ય સમાચારો પણ છે...