તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસનું ઝુમ્મર તૂટી પડ્યું: આદિત્ય બચી ગયા

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટ્રકચરલ ઓડિટ સહિત ઈમારતનો અહેવાલ રજૂ કરવા સરકારનો આદેશ

દક્ષિણ મુંબઈમાં મલબાર હિલ સ્થિત સરકારી ગેસ્ટ હાઉસ સહ્યાદ્રિમાં શુક્રવારે રાત્રે પીઓપી સ્લેબ સાથે મોટું ઝુમ્મર તૂટી પડ્યું હતું. આ દુર્ઘટના બની ત્યારે પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે બેઠક લેતા હતા. તેમનો બચાવ થયો હતો.

આદિત્ય શુક્રવારે સાંજે બેઠક નિમિત્તે સહ્યાદ્રિમાં આવ્યા હતા. આ સ્થળે પર્યટન વિભાગના અધિકારીઓ સાથે સભાગૃહમાં બેઠક ચાલતી હતી. જોકે અંદર આ બેઠક ચાલતી હતી ત્યારે બહારના ભાગમાં શોભાનું મોટું ઝુમ્મર પીઓપી સ્લેબ સાથે તૂટી પડ્યું હતું. અચાનક સર્જાયેલી આ દુર્ઘટનામાં કોઈ ઘાયલ થયું નહોતું. જોકે આ દુર્ઘટના અત્યંત ગંભીર છે. આથી સહ્યાદ્રિ અતિથિગૃહની સર્વ સુરક્ષા યંત્રણા સતર્ક બની છે.

દરમિયાન દુર્ઘટના બની તે સ્થળનું બાંધકામ 25 વર્ષ પૂર્વેનું છે. આ સર્વ ઈમારતોનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવામાં આવ્યું છે. તે સંપૂર્ણ ઈમારતનો અહેવાલ મગાવવામાં આવ્યો છે. દરમિયાન તે સ્થળે દુરસ્તીનું કામ હાથમાં લેવાયું છે. બેઠક શરૂ થવાના થોડા સમય પૂર્વે જ આદિત્ય આ સ્થળથી પસાર થયા હતા. આથી જો તેઓ બાલબાલ બચી ગયા હતા એમ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...