તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રસારણ:રવિવારે ચૈત્યભૂમિના કાર્યક્રમનું Online પ્રસારણ કરવામાં આવ્યું

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઓબી વેન અને કુલ 46 જણની ટીમ ચૈત્યભૂમિ પર તૈનાત રહી

કોરોનાની પાર્શ્વભૂમિ પર આ વર્ષે મહાપરિનિર્વાણ દિને અનુયાયીઓએ ચૈત્યભૂમિ પર જવું નહીં. ઓનલાઈન પ્રસારણ દ્વારા શ્રદ્ધાંજલિ આપવી એવી હાકલ બૃહન્મુંબઈ મહાપાલિકાએ સતત કરી હતી. દૂરદર્શનની સહ્યાદ્રી ચેનલ પરથી રવિવારે સવારના 7.45 થી સવારના 9 વાગ્યા સુધી સરકારી માનવંદના કાર્યક્રમનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું. એ પછી દર કલાકે 10 મિનિટ માટે બપોરે 1 વાગ્યા સુધી સહ્યાદ્રી ચેનલ પર પ્રસારણ કરવામાં આવ્યું હતું. એની સાથે જ દૂરદર્શન ચેનલની લગભગ 33,00,000 સબસ્ક્રાઈબર ધરાવતી યુટ્યુબ ચેનલ પરથી પણ દૂરદર્શને સવારથી બપોરના 1 વાગ્યા સુધી પ્રસારણ કર્યું હતું.

આ પ્રસારણ માટે દૂરદર્શને હાઈ ડેફિનેશન બ્રોડકાસ્ટિંગની સુવિધાવાળી ઓબી વેન અને કુલ 46 જણની ટીમ ચૈત્યભૂમિ પર તૈનાત કરવામાં આવી હતી. લગભગ રૂ. 25 કરોડનો ખર્ચ કરીને ઊભી કરેલી આ એચડી બ્રોડકાસ્ટિંગ ઓબીવેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હતી. દેશમાં આવી ફક્ત 2 એચડી બ્રોડકાસ્ટિંગ ઓબીવેન પ્રસારભારતીના કાફલામાં છે. બૃહન્મુંબઈ મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલના નિર્દેશ અનુસાર અતિરિક્ત મહાપાલિકા કમિશનર (શહેર) સંજીવ જયસ્વાલે આ વ્યવસ્થા કરવા માટે દૂરદર્શનના અતિરિક્ત સંચાલક નીરજ અગ્રવાલને લેખિત વિનંતી કરી હતી. આ વ્યવસ્થા ઊભી કરવા માટે જી ઉત્તર વોર્ડના સહાયક આયુક્ત કિરણ દિઘાવકર સહિત જનસંપર્ક વિભાગે દૂરદર્શન સાથે સમન્વય સાધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો