તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આ વખતે વેલેન્ટાઈન્સ ડે તારા સાથે મનાવવાનો અવસર અનોખો નીવડી શકે છે. 14મી ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન્સ ડે પર પ્રિયજન સાથે અવકાશી માધ્યમથી જોડાઈ શકાશે. રાત્રે 8.30 વાગ્યે પ્રિયજન સાથે આ અવકાશી નજારો જોઈ શકાશે. ખાસ કરીને જો પ્રિયજન વિદેશમાં હોય તો તે ત્યાંથી સ્થાનિક સમય અનુસાર આ નજારો માણવા જોડાઈ શકશે. નેહરુ સેન્ટરના નેહરુ પ્લેનેટોરિયમના ડાયરેક્ટર ડો. અરવિંદ પરાંજપેએ સાંસારિક દષ્ટિથી આ વેલેન્ટાઈન્સ ડેને યાદગાર બનાવતી માહિતી આપી છે.
તે દિવસે દક્ષિણ તરફ જોતાં આસમાનમાં થોડું વધુ ઉપર જોશો તો ત્રણ તારાની એક પંક્તિ જોઈ શકાશે. આ ત્રણ તારાની આસપાસ બન્યા છે ચાર ચારાઓનું એક મોટું લંબચોરસ બન્યું છે. આ સાત તારાનું મળીને મૃગ તારામંડળ બન્યું છે, જેને અંગ્રેજીમાં ઓરાયન કહેવાય છે. આ લંબચોરસના ઉપરી ડાબે ખૂણામાં એક ચમકદાર લાલ રંગનો તારો જોવા મળશે, જેને કાક્ષી નામથી ઓળખવામાં આવે છે. આ તારાનું અંગ્રેજી નામ બેતેલ્યુજ છે. આ જ છે તમારું અવકાશી વેલેન્ટાઈન્સ ડેનું ગુલાબ, એમ ડો. પરાંજપેએ સમજાવ્યું હતું.
આ વિશે વધુ જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે આ તારો લાલ-દાનવ તારાની શ્રેણીમાં આવે છે. આ તારાનું વ્યાસ સૂર્યના વ્યાસથી લગભગ 700 ગણું વધુ છે. જો તેને સૂર્ય છે તે સ્થાને મૂકવામાં આવે તો આપણી પૃથ્વી સુધી બધા ગ્રહ તેમાં સમાઈ જશે. આ તારો આપણાથી લગભગ 500થી 600 પ્રકાશ વર્ષ દૂર છે. આનો અર્થ જે પ્રકાશ તમે આ તારામાં જોશો તેણે પોતાનો પ્રવાસ આજથી કમસેકમ 500 વર્ષ પૂર્વે શરૂ કર્યો છે.
કોઇ પણ સમયે બેતેલ્યુજ ગમે ત્યારે ફાટી શકે છે
ખગોળશાસ્ત્રીઓ માને છે કે હમણાંથી આગામી દસ હજાર વર્ષ વચ્ચે કોઈ પણ દિવસે બેતેલ્યુજનો વિસ્ફોટ થઈ શકે છે અને જ્યારે આ વિસ્ફોટ થશે ત્યારે તેનો પ્રકાશ ચંદ્રમાના પ્રકાશથી વધુ પ્રખર હશે. કદાચ તે 14 ફેબ્રુઆરી, 2021 પણ હોઈ શકે છે અને આવું થાય તો બધાને માટે વાસ્તવમાં એક યાદગાર વેલેન્ટાઈન્સ ડે બની રહેશે, એમ તેમણે જણાવ્યું હતું.
તારાએ બહારની સપાટીના પદાર્થો અંતરિક્ષમાં ફેંક્યા છે
આ તારો ગયા વર્ષે પણ ચર્ચામાં હતો. તે સમયે એવું જોવા મળ્યું કે આ તારાની રોશની થોડી ઓછી થઈ ગઈ છે. ખગોળ વૈજ્ઞાનિક એવું માને છે કે આ તારાએ પોતાની બહારી સપાટીના પદાર્થોને અંતરિક્ષમાં ફેંકી દીધા છે. આ પદાર્થે પછી તારાથી પ્રકાશને અવરોધીને પોતાની રોશની ઓછી કરી દીધી હશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.