તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:IPS અધિકારી શુક્લાની ફરિયાદ સંબંધી દસ્તાવેજો CBI 11 જૂન સુધી નહીં માગે

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભ્રષ્ટાચાર, પોલીસ બદલીઓ અને પ્રમોશન પ્રકરણે આઈપીએસ અધિકારી રશ્મિ શુક્લાએ કરેલી ફરિયાદ સંબંધી કાગળપત્રો 11 જૂન સુધી રાજ્ય સરકાર પાસેથી માગશું નહીં એવું આશ્વાસન સીબીઆઈએ હાઈ કોર્ટમાં આપ્યું હતું. ભ્રષ્ટાચાર પ્રકરણે ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર સીબીઆઈએ 21 એપ્રિલના ગુનો દાખલ કર્યો હતો. આ ગુનાના બે પરિચ્છેદ પર રાજ્ય સરકારે વાંધો ઉઠાવ્યો હતો. આ પરિચ્છેદમાં નોંધેલી બાબતો પર સીબીઆઈને તપાસ કરવા ન દેવી. હાઈ કોર્ટે 5 એપ્રિલના આપેલા આદેશ અનુસાર તપાસ કરવા સીબીઆઈએ તપાસનો વ્યાપ વધાર્યો છે.

સીબીઆઈ રાજ્ય સરકારના પ્રશાસકીય કામોની તપાસ કરવાનો પ્રયત્ન કરે છે એવો આરોપ કરતા રાજ્ય સરકારે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર જજ એસ.એસ. શિંદે અને જજ એન.જે. જમાદારની ખંડપીઠ સમક્ષ સુનાવણી થઈ હતી. વિવાદાસ્પદ પરિચ્છેદમાં સસપેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝેને ફરીથી પોલીસ સેવામાં લેવા બાબતે નોંધ કરવામાં આવી છે. બીજા પરિચ્છેદમાં પોલીસ ખાતામાં પ્રમોશન અને બદલીઓ બાબતે ઉલ્લેખ છે.

અન્ય સમાચારો પણ છે...