તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:CBI વાઝેની પૂછપરછ કરશે ,વધુ બે મંત્રી મુશ્કેલીમાં આવી શકે છે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે દેશમુખ પ્રકરણમાં સીબીઆઈ પણ સક્રિય

બારવાળાઓ પાસેથી હપ્તા વસૂલી અને આઈપીએસ અધિકારીઓની બદલીઓમાં ભ્રષ્ટાચાર પ્રકરણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ભીંસમાં લેવામાં આવ્યા છે ત્યારે બીજી બાજુ આ જ પ્રકરણમાં નવી માહિતી હાથ લાગતાં સીબીઆઈ બરતરફ એપીઆઈ સચિન વાઝેની પૂછપરછ કરશે, જેને લઈ વધુ બે મંત્રીઓ મુશ્કેલીમાં આવી શકે છે.

સીબીઆઈએ વિશેષ કોર્ટ પાસેથી વાઝેની પૂછપરછ કરવા માટે પરવાનગી લીધી છે. વાઝે એન્ટિલિયા વિસ્ફોટક કેસ અને મનસુખ હિરન કેસમાં હાલ તલોજા જેલમાં બંધ છે, જ્યાં જઈને સીબીઆઈ તેની પૂછપરછ કરશે. દેશમુખ સામે ભ્રષ્ટાચારના કેસમાં ચાર સાક્ષીદારોનાં નિવેદન મેજિસ્ટ્રેટ સામે નોંધવા નિર્દેશ આપવા સીબીઆઈએ અરજી કરી હતી, જેને મંજૂરી આપવામાં આવી છે.અગાઉ ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહ દ્વારા મુખ્ય મંત્રી ઉદ્ઘવ ઠાકરેને પત્ર લખીને દેશમુખ સામે ભ્રષ્ટાચારના આરોપ કરવામાં આવ્યા હતા.

સરકાર પાડવા હવે આર્મી પણ લાવોઃ રાઉત
દરમિયાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડી સરકારના મંત્રી, નેતાઓ વિરુદ્ધ છેલ્લા થોડા દિવસથી ઈડી, સીબીઆઈ તરફથી કાર્યવાહી થઈ રહેલી જોવા મળી રહી છે. સરકાર અસ્થિર કરવા માટે ઈડી, સીબીઆઈ અને ઈન્કમટેક્સનો ઉપયોગ થઈ રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે. ઈડી અને સીબીઆઈના પ્રયાસ ખતમ થઈ ગયા પછી મહારાષ્ટ્રમાં સરકાર પાડવા આર્મીને પણ લાવો. અમારી પર તોપગોળા છોડો. તમે જેટલા હુમલા કરશો તેટલા અમે ત્રણેય પક્ષ વધુ મજબૂત બનીશું, થઈ ગયા છીએ.

અન્ય સમાચારો પણ છે...