સુશાંતના શંકાસ્પદ મોત પ્રકરણ:CBIએ ફરી નીરજ, સિદ્ધાર્થ, સુશાંતની ઈમારતના ચોકીદારની પૂછપરછ કરી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના શંકાસ્પદ મોત મામલે સીબીઆઇએ સતત છઠ્ઠા દિવસે તપાસ, પૂછપરછ ચાલુ રાખી હતી. તપાસમાં નવા નવા વળાંક આવી રહ્યા છે. હવે ફોરેન્સિક એક્સપર્ટ્સની પેનલના સંકેત પછી સદોષ મનુષ્યવધની થિયરી પર પણ તપાસ શરૂ કરાઈ છે.

ફોરેન્સિક એક્સપર્ટ્સની ટીમે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રહેલી ખામીઓ તરફ સીબીઆઇનું ધ્યાન દોર્યું
સીબીઆઇએ એઈમ્સ પાસેથી સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા ઓટોપ્સી રિપોર્ટની તપાસ કરીને તે અંગે અભિપ્રાય માગ્યો હતો. ત્યાર બાદ એઈમ્સે રિપોર્ટની તપાસ કરીને પાંચ ફોરેન્સિક એક્સપર્ટ્સની એક પેનલ બનાવી હતી. આ ટીમે 25 ઓગસ્ટના રોજ ઓટોપ્સી રિપોર્ટની તપાસ કરી હતી. આ સાથે સુશાંતના વિસેરા રિપોર્ટની તપાસ પણ કરશે અને તે અંગે 28 ઓગસ્ટે અભિપ્રાય આપશે. ફોરેન્સિક એક્સપર્ટ્સની ટીમે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રહેલી ખામીઓ તરફ સીબીઆઇનું ધ્યાન દોર્યું હતું, જે પછી સીબીઆઇની ટીમ સતત ત્રણ દિવસથી સુશાંતનું પોસ્ટમોર્ટમ થયું હતું એ કૂપર હોસ્પિટલમાં જઇને પીએમ કરનારા 5 ડોકટર અને સંબંધિતોની તપાસ કરીને પુરાવા ભેગા કરી રહી છે.સાંતાક્રુઝમાં આવેલી ડીઆરડીઓની ઓફિસમાં સીબીઆઇએ બુધવાર સવારથી સિદ્ધાર્થ પીઠાની, નીરજ સિંહ અને સુશાંત રહેતો હતો તે મોન્ટ બ્લાન્ક ઈમારતના ચોકીદારની આમનેસામને બેસાડીને પૂછપરછ કરી હતી.

સીબીઆએ એ તપાસ કરી રહી છે કે, સુંશાતના ફલેટમાં કોની કોની અવરજવર હતી. સોસાયટીમાં આવતાંજતાં લોકોનાં નામ, ઠામઠેકાણાં અને ફોન નંબરની રજિસ્ટરમાં ડિટેઈલ્સ મુજબ ટીમ સવાલ કરી રહી છે. ખાસ કરીને 13 અને 14 જૂને કોણ આવ્યું હતું. પિઠાની અને ચોકીદારની વાતમાં પણ અગાઉનાં નિવેદનને ધ્યાનમાં લેતાં વિરોધાભાસ જોવા મળ્યો છે. આથી આ વિશે સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...