તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાયન હોસ્પિટલમાં દરદીઓના વોર્ડમાં મૃતદેહો મૂકવામાં આવ્યા હતા, જે ભયાવહ માહિતી બહાર આવ્યા પછી ભારે વિવાદ જાગ્યો હતો. ડીનની બદલી કરીને તપાસ સમિતિ નીમવામાં આવી છે. આમ છતાં પ્રશાસનની બેદરકારી ઓછી થઈ નથી એવું જણાય છે, કારણ કે હવે કેઈએમ હોસ્પિટલમાં દરદીઓના વોર્ડમાં મૃતદેહો મૂકવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.એક બાજુ સરકાર કોરોનાના દરદીઓ અને મૃતકોની સંખ્યા ઓછી કરવા માટે મથામણ કરી રહી છે ત્યારે અમુક હોસ્પિટલોમાં પ્રશાસન દ્વારા ઘોર બેદરકારી બહાર આવી રહી છે. ખાસ કરીને કોરોનાગ્રસ્તનું મૃત્યુ થાય તો તુરંત મૃતદેહ વોર્ડમાંથી શબઘરમાં ખસેડવા અને મૃતદેહ પર શક્ય તેટલું જલદી અંતિમસંસ્કાર કરવા માટે માર્ગદર્શિકા છે. આમ છતાં હવે કેઈએમના એક વોર્ડમાં દરદીઓ સાથે મૃતદેહને રાખેલો હોય તેવો વિડિયો બહાર આવ્યો છે.
ડીનની બદલી કરાઈ હતી અને તપાસનો આદેશ આપવામાં આવ્યો
નોંધનીય છે કે સાયન હોસ્પિટલમાં પણ દરદીઓના વોર્ડમાં મૃતદેહ મુકાતાં ભારે વિવાદ જાગ્યો હતો. દરદીઓ ભયભીત થયા હતા. એક દરદી તો ડરના માર્યા ભાગી છૂટ્યો હતો, પરંતુ તેને પછીથી પકડી પાડવામાં આવ્યો હતો. સાયનનો આ કિસ્સો બહાર આવ્યા પછી ભારે વિવાદ જાગ્યો હતો. ખુદ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ તેની ગંભીર નોંધ લઈને પ્રશાસનને બેદરકારી નહીં દાખવવા માટે ચેતવ્યા હતા. મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં પણ તેની ગંભીર નોંધ લેવામાં આવી હતી. ડીનની બદલી કરાઈ હતી અને તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.
સરકારને આવી બેદરકારી તાત્કાલિક રોકવાની માગણી કરી
આમ છતાં ફરી આ નવો કિસ્સો બહાર આવ્યો છે. શનિવારે સાયન હોસ્પિટલમાં એક બેડ પર બબ્બા દરદીઓને રાખવામાં આવ્યા હોય તેવો રૂવાડાં ઊભાં કરતો વિડિયો બહાર આવ્યો હતો. આ સિવાય પણ ઘણી બધી હોસ્પિટલોમાં વોર્ડમાં દરદીઓને જમીન પર, લોબીમાં પણ રાખવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે. અમુક કિસ્સામાં તો રસ્તાઓ પર પણ દરદીઓને રાખવામાં આવ્યા છે.એક બાજુ પ્રશાસન દ્વારા બેડની સંખ્યા વધારવા માટે ખાનગી મિલકતો કબજામાં લેવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ આવી ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે, જેનાથી લોકોમાં ભારે ભયની લાગણી ફેલાઈ છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ કેઈએમમાં જોવા મળેલા અમાનવીય વર્તન સામે વિરોધ નોંધાવ્યો છે અને સરકારને આવી બેદરકારી તાત્કાલિક રોકવાની માગણી કરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.