તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ઊંડા કૂવામાં ગરકાવ કાર 12 કલાકે કાઢવામાં આવી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી કાઢ્યા બાદ ક્રેનથી કાર બહાર કાઢવામાં આવી

ઘાટકોપર પશ્ચિમની કામા લેનમાં બ્લુ કલરની હુંડાઈ વેન્યુ એસયુવી કાર 40 ફીટ ઊંડા કૂવામાં ગરકાવ ગઈ હતી તેને ભારે જહેમતને અંતે 12 કલાકે બહાર કાઢવામાં આવી હતી. કારમાંથી એક અઢી ફૂટ માછલી પણ મળી આવી હતી.કામા લેનમાં ત્રિભુવન મીઠાઈવાલાની પાછળ રામનિવાસ સોસાયટી છે. આ સોસાયટી પાસે એક કૂવો છે.

સોસાયટી દ્વારા વર્ષો પૂર્વે આ કૂવાના અડધા ભાગ પર આરસીસી બાંધકામ કરવામાં આવ્યું હતું, જે પછી કૂવાના ઢાંકેલા ભાગમાં સોસાયટીના રહેવાસીઓ કાર પાર્ક કરતા હતા. આ કૂવા પરનું આરસીસી બાંધકામ રવિવારે સવારે અચાનક ધસી પડ્યું હતું, જેને લઈ તેની પર પાર્ક કરેલી કાર 15 સેકંડમાં ગરકાવ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.

એક રહેવાસીએ આ ઘટનાનો વિડિયો ઉતારી લીધો હતો, જે જોતજોતાંમાં વાઈરલ થઈ ગયો હતો. આ પછી કૂવાની આસપાસનું બાકી આરસીસી બાંધકામ તોડી નાખવામાં આવ્યું હતું. જે પછી પંપ થકી તેમાંથી પાણી બહાર કાઢવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...