તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:મુંબઈનું રક્ષણ કરતી તોપ હવે ઉદ્યાનની શોભા

મુંબઈ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
નવી ડિઝાઈન - Divya Bhaskar
નવી ડિઝાઈન
 • ઘાટકોપરના ઉદ્યાનમાં 164 વર્ષ જૂની તોપ પુનઃસ્થાપિત કરવામાં આવશે
 • 3 મીટર લાંબી ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સમયની બે તોપ પર 1856ની કરાયેલી નોંધ

સમુદ્રથી ઘેરાયેલી મુંબઈ નગરીનું રક્ષણ કરવા માટે અંગ્રેજોએ ઠેકઠેકાણે તોપ ગોઠવી હતી. તેમાંથી 164 વર્ષ જૂની છતાં મજબૂત બે પોલાદી તોપ મહાપાલિકાના ઘાટકોપર વિસ્તારમાં લાયન્સ ચિલ્ડ્રન પાર્કમાં મોજૂદ છે. આ તોપને નવી ચમક મળે તે માટે ભવ્ય- દિવ્ય પદ્ધતિથી પુનઃસ્થાપિત કરવાના પ્રસ્તાવને એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પૂર્વ ઉપનગર) અશ્વિની ભિડે દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસ્તાવ પુરાતન વાસ્તુ જતન એન્જિનિયર પાસે મોકલવામાં આવ્યો છે.

જૂની તોપ
જૂની તોપ

આથી ટૂંક સમયમાં જ ઘાટકોપર પૂર્વના ટિળક માર્ગ પર લાયન્સ ચિલ્ડ્રન પાર્કમાં નિસર્ગ સાથે નિકટતા કેળવવા સાથે તોપરૂપી ઐતિહાસિક વાસ્તુ પણ અનુભવી શકાશે, એમ ઉદ્યાનના એસપી જિતેન્દ્ર પરદેશીએ જણાવ્યું હતું ઉદ્યાન 1971થી ચાલુ છે. 55,843 ચોરસફૂટની જગ્યામાં લીલોતરી સાથે કથિત બે તોપ પણ આકર્ષણનું કેન્દ્ર છે. તેની લંબાઈ 3.10 મીટર હોઈ અંદરને ઘેરો 0.64 મીટર અને બહારનો ઘેરો 1.17 મીટર છે.

બંને તોપ પર 1856 વર્ષની નોંધ હોઈ એક બાજુમાં રોમન લિપિમાં એનસીપીસી અક્ષરો કોરવામાં આવ્યા છે. સામાન્ય રીતે 164 વર્ષ જૂની આ બંને તોપને નવી ચમક આપવા સાથે ભવ્ય- દિવ્ય ચબુતરા પર પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ મહાપાલિકાના ઉદ્યાન વિભાગે પુરાતન વાસ્તુ જતન એન્જિનિયર પાસે મોકલ્યો છે, જેને ટૂંક સમયમાં મંજૂરી મળે એવી અપેક્ષા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો