તપાસ:બાન્દરા સ્ટેશનમાં બોમ્બ રાખ્યાનો કોલ દુબઈથી માનસિક અસ્થિર વ્યક્તિનો

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવે એવી શક્યતા છે એવી માહિતી એક વ્યક્તિએ ફોન પર રેલવે પોલીસને શનિવારે આપી હતી. એ પછી ખળભળાટ મચી ગયો હતો. આ માહિતીની ગંભીર નોંધ લઈને શોધખોળ શરૂ કરવામાં આવી અને તમામ યંત્રણાઓને સતર્ક કરવામાં આવી હતી. દરમિયાન આ ફોન કરનારા વ્યક્તિ સાથે સંપર કરવામાં આવ્યો હતો અને જુદી જ માહિતી મળી હતી. બોમ્બવિસ્ફોટ કરવાની વાત ફક્ત અફવા જ હોવાનું સ્પષ્ટ થયું હતું. મુંબઈ રેલવે પોલીસ કમિશનર કૈસર ખાલિદે બોમ્બ વિસ્ફોટની ધમકી બાબતે રાત્રે મોડેથી ટ્વિટરના માધ્યમથી મહત્વની માહિતી આપી હતી.

સંભવિત બોમ્બ વિસ્ફોટના જોખમનો આવેલો ફોન છેતરામણો હોવાનું જણાયું છે. ફોન કરનારી વ્યક્તિ દુબઈની રહેવાસી છે અને ત્યાં એ પોતાની માતા સાથે રહે છે. એણે ગયા અઠવાડિયે ગુજરાતના ગાંધીનગરમાં એક અધિકારીને ફોન કરીને આવું જ જણાવ્યું હતું. મુંબઈ રેલવે પોલીસે આ વ્યક્તિની સંબંધીઓ સાથે વાત કરી છે. અત્યાર સુધીની તપાસ અનુસાર આ વ્યક્તિની માનસિક સ્થિતિ સારી ન હોવાનું સ્પષ્ટ થયું છે. આ કોલમાં જણાવવામાં આવેલી માહિતીમાં કોઈ તથ્ય નથી અને આવા કોલ કરવાની એ વ્યક્તિને આદત છે.

છતાં તકેદારી તરીકે આગળની તપાસ ચાલુ છે. દરમિયાન મુંબઈમાં બાન્દરા રેલવે પોલીસને આવેલા આ ફોનના લીધે ખળભળાટ મચી ગયો હતો. મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવે એવી શક્યતા હોવાનું ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...