ડબ્બાવાળાઓની મુશ્કેલી:ડબ્બાવાળાઓ રોજી માટે 40-45 કિમી સુધી સાઈકલ પ્રવાસ કરે છે

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 95 % ડબ્બાવાળા પાસે કોઈ કામધંધો નથી

કોવિડ-19 મહામારી અને લોકડાઉનથી ઘણા બધા નાગરિકોની રોજી છિનવાઈ ગઈ છે, જેમાં મુંબઈના વિશ્વવિખ્યાત ડબ્બાવાળાઓનો પણ સમાવેશ થાય છે. કોવિડ પૂર્વે આશરે 5000 ડબ્બાવાળાઓ નાગરિકોને તેમના ઘરથી ઓફિસ સુધી સમયસર ડબ્બા પહોંચાડતા હતા. જોકે હવે 95 ટકા ડબ્બાવાળા પાસે કોઈ કામ નથી. ફક્ત 350 ડબ્બાવાળા હેમખેમ કામ કરી રહ્યા છે.હાલમાં ડબ્બાવાળાઓને પણ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ નથી, જેને લીધે ઘણા બધા ડબ્બાવાળાઓ રોજ 40-45 કિમી સાઈકલ પ્રવાસ કરીને ડબ્બા પહોંચાડી રહ્યા છે. ઘણા બધા ડબ્બાવાળાઓએ મળે તે કામ હાલમાં હાથમાં લીધું છે.

મુંબઈના ડબ્બાવાળાના પ્રવક્તા વિષ્ણુ કાલડોકેએ જણાવ્યું હતું કે સરકાર પાસેથી સહાય માગવામાં આવી છે, પરંતુ કોઈ રાહત મળી નથી. સહાયનું વચન આપ્યું, પરંતુ હજુ કશું મળ્યું નથી. અમે કોવિડ-19ના સર્વ નિયમોનું પાલન કરી રહ્યા છીએ, પરંતુ નાણાકીય સહાયની તાકીદે જરૂર છે. ઉપરાંત લોકલ ટ્રેનમાં પ્રવાસની પણ છૂટ મળવી જોઈએ.કાલડોકે હાલમાં પરિવારને આધાર આપવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેમના સંતાન સ્કૂલમાં જાય છે, જેથી તેમનું શિક્ષણ પૂરું કરી શકશે કે કેમ તે બાબતે શંકા સેવે છે. તેમણે જણાવ્યું કે આ મુશ્કેલ સમયમાં મુંબઈગરાએ અમને મદદ કરી તે બદલ તેમના આભારી છીએ, પરંતુ સરકારે પણ મદદનો હાથ આપવો જોઈએ એવી અમારી અપેક્ષા છે.

નોંધનીય છે કે એપ્રિલમાં કોરોનાની બીજી લહેરને લઈ મહારાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી કઠોર નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. રાજ્યમાંસર્વ આસ્થાપનાઓ, જાહેર સ્થળો, પ્રવૃત્તિઓ બંધ છે. ફક્ત એસેન્શિયલ સેવાઓને નિયંત્રણમાંથી મુક્તિ છે.

અન્ય સમાચારો પણ છે...