તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓળખ:બાર્જ પી305ના કેપ્ટનનો મૃતદેહ ઓળખી કઢાયો

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગયા મહિના તાઉતે વાવાઝોડામાં મુંબઈના દરિયાકાંઠે ડૂબેલી બાર્જ પી305 નૌકાના કેપ્ટન રાકેશ બલ્લવનો મૃતદેહ ડીએનએ મેચિંગ થકી ઓળખી કાઢવામાં આવ્યો છે, એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું. બલ્લવના નિકટવર્તી પરિવારના સભ્ય સાથે ડીએનએ સેમ્પલ મેચ કર્યા પછી મૃતદેહ ઓળખી કાઢવામાં આવ્યો છે.

કેપ્ટન બલ્લવ અરબી સમુદ્રમાં 16 મેએ બાર્જ ડૂબી ત્યારથી ગુમ હતા. પોલીસે કાલીનાની ફોરેન્સિક લેબમાં અજાણ્યા મૃતદેહના ડીએનએ નમૂના મોકલ્યા હતા. દસ મૃતદેહ ઓળખી કાઢવામાં આવ્યા હતા, જેમાં બલ્લવના મૃતદેહનો પણ સમાવેશ થતો હતો. હજુ 20 મૃતદેહ ઓળખવાના બાકી છે.

અન્ય સમાચારો પણ છે...