તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહસ્યમય:મોર્નિંગ વોક પર નીકળ્યા બાદ ગુમ થયેલી ગુજરાતી મહિલાનો મૃતદેહ વસઈ દરિયાકાંઠા પરથી મળ્યો, બે મહિના પહેલાં લગ્ન થયા હતા

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મમતા પટેલ સીસીટીવીમાં મોર્નિંગ વોક પર જતી જોવા મળી હતી
  • 24 એપ્રિલના રોજ તેના લગ્ન થયા હતા, પાંચ દિવસથી ગુમ હતી

હજુ બે મહિના પહેલાં જ લગ્ન થયા હતા તે ગુજરાતી નવપરિણીતાનો મૃતદેહ વસઈમાં દરિયાકાંઠા પરથી મળી આવ્યો છે. 30 વર્ષની આ પરિણીતાનો મૃતદેહ વસઈના સમુદ્રી કિલ્લા બંદરના કિનારે મળ્યો હતો. તેને મમતા પટેલ તરીકે ઓળખી કાઢવામાં આવી છે. તે વસઈના એવરશાઇનનગરમાં રહેતી હતી. તે મૂળ ગુજરાતના નવસારીની છે.

મમતા પાંચ દિવસથી ગુમ હતી.
મમતા પાંચ દિવસથી ગુમ હતી.

ગત બુધવારે 6.10 વાગ્યે તે ઘરમાંથી મોર્નિંગ વોક કરવા માટે નીકળી હતી. જોકે ત્યાર પછી તે ઘરે પાછી આવી જ નહોતી, આથી કુટુંબીઓએ તુલિંજ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

રવિવારે સાંજે મમતાનો મૃતદેહ વસઈ-પશ્ચિમમાં કિલ્લા બંદર સમુદ્રકિનારે રહસ્યમય રીતે મળ્યો હતો. મમતાના પતિ મેહુલ પટેલે મૃતદેહને ઓળખી કાઢ્યો છે. વસઈના સિનિયર પીઆઈ કલ્યાણ કર્પેએ જણાવ્યું હતું કે આ પ્રકરણે અમે બધી શક્યતાઓની તપાસ કરી રહ્યા છીએ.

મોર્નિંગ વોકમાં જતી મમતા સીસીટીવી કેમેરામાં જોવી મળી હતી.
મોર્નિંગ વોકમાં જતી મમતા સીસીટીવી કેમેરામાં જોવી મળી હતી.

મમતા કોની સાથે અને ક્યાં ગઈ હતી એની તપાસ કરવામાં આવી રહી છે. તેનું મૃત્યુ પાણીમાં ડૂબી જવાથી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે, આથી હાલમાં આકસ્મિક મૃત્યુની નોંધ કરવામાં આવી છે. આમ છતાં મમતાના મૃત્યુ પાછળ કોઈ અન્ય કારણો તો નથી ને એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

મમતા ગુમ થઈ હોવાની ફરિયાદ ભયંદરમાં રહેતા તેના ભત્રીજા દ્વારા નોંધાઈ હતી. વસઈ પોલીસે અક્સમાતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તેને શોધવા માટે સોશિયલ મીડિયા પર કેમ્પેન પણ ચલાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...