તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:પંઢરપુર વિધાનસભા ભાજપે રાષ્ટ્રવાદી પાસેથી છીનવી લીધી

મુંબઈ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
અવતાડે અને ભાલકે - Divya Bhaskar
અવતાડે અને ભાલકે
 • ભાજપના ઉમેદવારે સમાધાન અવતાડેએ 3733થી મતોથી બેઠક જીતી લીધી

પશ્ચિમ બંગાળમાં ભાજપને ધારી સફળતા મળી નહીં, પરંતુ મહારાષ્ટ્રમાં પંઢરપુરની પેટાચૂંટણીમાં ભાજપે રાષ્ટ્રવાદી પાસે બેઠક છીનવી લીધી છે. ભાજપ વિરુદ્ધ મહાવિકાસ આઘાડી એવું સમીકરણ આ બેઠક માટે રચાયું હતું. આખરે આ બેઠક ભાજપે જીતીને રાષ્ટ્રવાદીને મોટો આંચકો આપ્યો છે. પંઢરની પેટાચૂંટણીમાં બાજપ વતી સમાધાન અવતાડે અને રા,ટ્રવાજી વતી ભગીરથ ભાલકે ઊભા હતા. 25થી વધુ ફેરીઓની મતગણતરી પછી ભાજપના ઉમેદવારે 3733 મતોની સરસાઈથી બેઠક જીતી લેતાં ભાજપની છાવણીમાં ખુશીનું વાતાવરણ છે.

રાષ્ટ્રવાદીના વિધાનસભ્ય ભારત ભાલકેની નિધનને લીધે આ બેઠક પર પેટાચૂંટણી આવી પડી હતી. રવિવારે તેનાં પરિણામ બહાર આવ્યાં. 25 રાઉન્ડમાં બંને ઉમેદવારો આગળ- પાછળ થતા હતા, પરંતુ આખરે અવતાડેએ નોંધપાત્ર સરસાઈ મેળવીને રાષ્ટ્રવાદીના ઉમેદવારને પછડાટ આપી હતી. ભારતના ભાલકેના નિધન પછી 17 એપ્રિલની રોજ આ બેઠક પરથી મતદાન થયું હતું. પંઢરપુર- મંગળવેઢા મતવિસ્તારની પેટાચૂંટણી ભાજપ વિરુદ્ધ મહાવિકાસ આઘાડી એવી પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી હતી.

બંનેને કેટલા મત મળ્યા
અવતાડેને કુલ 1,09,450 મત મળ્યા હતા, જ્યારે ભાલકેને 1,05,717 મત મળ્યા હતા. કુલ 19 ઉમેદવારો ઊભા હતા. નોટામાં 599 મત પડ્યા હતા. દરમિયાન પંઢરપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સમાધાન અવતાડેની જીત રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકારની આંખો ઉઘાડનારી છે. આ જીત ભાજપ અને વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસની છે, એમ ભાજપના મહારાષ્ટ્ર ઉપાધ્યક્ષ પ્રસાદ લાડે રવિવારે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું.

સત્તાધારીઓની આંખો ઊઘડશે
રાષ્ટ્રવાદી કોંગ્રેસના બધા નેતા, શિવસેનાના બધા નેતા અને પોતે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત બધાએ મહેનત લેવા છતાં ભગીરથ ભાલકેને હરાવીને અવતાડે જીત્યા તે તેમની આંખો ઉઘાડનારું છે, એમ તેમણે જણાવ્યું હતું. આ જીત પાછળ પ્રશાંત પ્રચારક અને ઉમેશ પ્રચારકની મહેનત છે. આ જીત પાછળ અમારા ઉમેદવાર સમાધાન અવતાડેની મહેનત છે. મહાવિકાસ આઘાડીનો ભ્રષ્ટાચાર, સત્તાની નશા અને કોરોનામાં નિષ્ફળતાનો પંઢરપુરની જનતાએ જવાબ આપ્યો છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો